અમદાવાદ ગણો કે ભારત ગણો કે પછી એવિએશન ઇંડસ્ટ્રી ના ઇતિહાસ નો સૌથી કાર્મો અને કાળો દિવસ એટલે ૧૨ જૂન ૨૦૨૫, ગુરુવાર, આખી દુનિયા સમસમી ગઈ એવી ભયાનક રીતે એર ઈન્ડિયા ની ફ્લાઇટ નંબર એ. આઇ ૧૭૧ ને લોકો ની નજરો ની સામે કાળ ભરખી ગયો. અને એની સાથે લાખો સપનાઓ થી ભરપૂર ડૉક્ટર બનવા આવેલા એનક લવરમૂછિયા યુવા તબીબ વિદ્યાર્થીઓ નો પણ ભોગ લેતું ગયું.
આ બધી કાળજું કંપાવી દેનારી ઘટનાઓ ની જાણે હારમાળ સમાચાર ચેનલો પર વરસાદ કરતી હતી ત્યારે તરખાટ નું ધ્યાન ૨ દુર્લભ અને ઈશ્વર ની લીલા કહી શકાય એવી ઘટના પર ગયું. ૨૩૦ પેસેન્જરો અને ૧૨ ક્રૂ મેમ્બરો થી સજ્જ વિશ્વ ના શ્રેષ્ઠતમ વિમાનો માં નું એક વિમાન બોઈંગ ક્રેશ થઈ અને ૧૧ માત્ર સેકન્ડ માં બ્લાસ્ટ થયું ત્યારે એ ૧૧ સેકન્ડ માં એક માત્ર ઈશ્વરે એક યુવા પેસેનજર ને ઈશ્વરે બચાવી લીધો . એ કોણ ? જાણવું છે ? જુઓ એ ભાગ્યશાળી વ્યક્તિ ને .
રમેશ વિશ્વાસ કુમાર સીટ નંબર ૧૧ એ ,
વિમાન ની જે પાંખ અથડાની અને વિમાન તૂટયું એ પાંખ ના ખૂણે બેસેલો આ માણસ ફેકાઇ ને બહાર પડ્યો , અને જોવાની વાત એ છે કે તે આવડી મોટી દુર્ઘટના માંથી પોતાના પગ પર ચાલીને એમ્બુલન્સ માં બેઠો.
