અમેરિકાના કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ છે. લોસ એન્જલસ શહેરમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કાઢવાનો નિર્ણય સામે લોકો રોષે ભરાયા છે. આ જ વિરોધ પ્રદર્શન રવિવાર રાત્રે તોફાનમાં ફેરવાયું, જ્યારે કેટલાક તોફાનીઓએ ડાઉનટાઉન સ્થિત એપ્પલના ફ્લેગશીપ સ્ટોરમાં ઘૂસીને તોડફોડ અને લૂંટફાટ મચાવી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિઓઝમાં સ્પષ્ટ દેખાય છે કે, કાળા કપડાં અને માસ્ક પહેરેલા વ્યક્તિઓ સ્ટોરમાં ઘૂસી ડબ્બાઓ અને ઉપકરણો ઉપાડતા નજરે પડે છે. એ સમયે પોલીસના સાયરન અને હવા મા ગોળીઓના અવાજ પણ સંભળાયા, જેનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ.
તોફાની ટોળાએ એપ્પલ ઉપરાંત જોર્ડન સહિત બીજા પણ કેટલાક મોટા બ્રાન્ડના સ્ટોરને નિશાન બનાવ્યા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અમુક લૂંટારૂ સ્ટોરની અંદર જ ફસાઈ ગયા હતા, જેને પકડવામાં આવ્યા હોવાની શંકા છે.
આ ઘટના એટલી ગંભીર હતી કે લોકોએ સામાજિક મીડિયા પર તુરતજ વિરોધ વ્યક્ત કર્યો. કેટલાકે કહ્યું કે, “વિરોધ સ્વીકાર્ય છે, પણ હિંસા સાથે નહિ.“
