Explore

Search

July 9, 2025 3:09 am

LATEST NEWS
Lifestyle

બાળકના નામ બાદ અટક લખવી ફરજિયાત: શિક્ષણ વિભાગ

Facebook
Twitter
WhatsApp
Email

ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત 9મી જૂનથી થઈ ગઈ છે. આ નવા શૈક્ષણિક વર્ષની સાથે રાજ્યના તમામ શાળાઓ માટે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી કોઈપણ વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે કે શાળાના રજિસ્ટરમાં નામ નોંધતી વખતે, વિદ્યાર્થીના નામની સાથે છેલ્લે અટક લખવું ફરજિયાત બનશે.

આ નિર્ણયનું કારણ પણ મહત્વનું છે. છેલ્લા ઘણાં સમયથી જોઈતું હતું કે વિદ્યાર્થીઓના અલગ અલગ દસ્તાવેજોમાં નામની એકરૂપતા ન હોવાને કારણે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ઉદા. તરીકે, LC, આધારકાર્ડ અને APAAR ID જેવી ઓળખ પત્રોમાં બાળકનું નામ અલગ રીતે લખાયેલું હોવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને આવનારા સમયમાં પ્રવેશ કે સરકારી યોજનાઓમાં દસ્તાવેજી ચકાસણી વખતે વિલંબ થાય છે.

આ સાથે, APAAR ID તથા આધારકાર્ડની સાથે વિદ્યાર્થીઓના નામને સંકળાવવાની કામગીરી પણ ચાલી રહી છે. જેથી શિક્ષણ વિભાગે હવે સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક શાળાએ LC અને રજિસ્ટરમાં બાળકના નામ પછી અટકનો ઉલ્લેખ ફરજિયાત રીતે કરવાનો રહેશે.

અટલેથી, વિદ્યાર્થીઓના તમામ દસ્તાવેજોમાં નામની જોડાણ પ્રામાણિક અને સ્પષ્ટ રહેશે. આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે તદ્દન ઉપયોગી સાબિત થશે અને દસ્તાવેજ સંબંધિત દોષ ટાળવામાં મદદરૂપ બનશે.

વધુ સમાચાર  

Tarkhat
Author: Tarkhat

Leave a Comment