Explore

Search

July 9, 2025 2:00 am

LATEST NEWS
Lifestyle

ચિરાગ પાસવાનનું એલાન: બિહારની 243 બેઠકો લડશે

Facebook
Twitter
WhatsApp
Email

જ્યાં એક તરફ બિહાર 2025ની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ ચિરાગ પાસવાને એક મોટું રાજકીય વિસ્ફોટ કર્યો છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગે ઘોષણા કરી છે કે તેઓ રાજ્યની તમામ 243 બેઠકો પર પોતાની પાર્ટી દ્વારા એકલા હાથે ચૂંટણી લડશે.

આ જાહેરાત માત્ર ચૂંટણીની રણનીતિ નથી, પણ એક વ્યકિતગત લડાઈનું પ્રતિબિંબ છે, જે ચિરાગે ખુલ્લેઆમ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, “મને political રીતે ખતમ કરવા માટે ગઠબંધનમાં બેઠેલા કેટલાક લોકોએ ષડયંત્ર રચ્યું છે. મારા પરિવારને તોડવામાં આવ્યો, ઘરમાંથી કાઢી મુકાયો, છતાં હું હાર માન્યો નથી, કારણ કે હું સિંહનો પુત્ર છું.

ચિરાગ પાસવાનના આ પગલાએ માત્ર NDAમાં ખળભળાટ મચાવ્યો નથી, પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે પણ ચિંતાની ઘંટા વાગી ગઈ છે. કારણ કે, હાલ સુધી LJP (રામ વિલાસ) NDAનો ભાગ રહીને રાજકીય સહયોગ આપતી હતી.

જ્યારે મીડિયાએ ચિરાગ પાસવાને પૂછ્યું કે તેઓ ક્યાંથી ચૂંટણી લડશે, ત્યારે તેમના શબ્દો હતા:”હું બિહાર માટે ચૂંટણી લડીશ, બિહારમાંથી નહીં.
એથી સ્પષ્ટ છે કે તેઓ ચૂંટણીને માત્ર એક બેઠકનો મુકાબલો નથી માનતા, પણ સામૂહિક બિહારી આસ્થાનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સુક છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું એકલો લડી રહ્યો છું, પણ લક્ષ્ય માટે તમારું સાથ જરૂરી છે.” તેમના ભાષણમાં ભાવનાઓનો ઉછાળો અને પિતાની યાદે ભીની આંખો, બંનેને એક તાકાતમાં ફેરવી દેવાયા હતા.

નિષ્કર્ષરૂપે, ચિરાગ પાસવાનની આ જાહેરાત 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીનું રાજકીય દૃશ્ય પૂરતું બદલાઈ શકે છે. NDA માટે આ એક મોટો સંકેત છે કે સામેલ સાથીઓ વચ્ચે પણ એકમતતા તૂટી રહી છે.

વધુ સમાચાર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment