Explore

Search

July 9, 2025 3:04 am

LATEST NEWS
Lifestyle

અમિત શાહ મદુરાઇ પ્રવાસે, તામિલનાડુ રણનીતિ શરૂ

Facebook
Twitter
WhatsApp
Email

જેમ જેમ તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ભાજપે પોતાની ચૂંટણી તયારીને ઝડપ આપી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં મદુરાઇના પ્રવાસે છે, અને આ મુલાકાતને “મિશન સાઉથ”નો આરંભ માનવામાં આવી રહ્યો છે.

પ્રવાસ દરમિયાન, અમિત શાહે મદુરાઇના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરમાં પૂજા કરી અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો. આ બેઠકમાં પક્ષના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી અને આગામી ચૂંટણી માટે બૂથ સ્તરે કાર્યને મજબૂત બનાવવાની વાત કહી.

શાહે સ્પષ્ટતા કરી કે ભાજપ હવે તમિલનાડુમાં સક્રિયતા સાથે ચૂંટણી લડી રહી છે. તેમણે કહ્યું,

2024માં અમે ફરી દિલ્હી જીતી લીધું. હવે 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ બંનેમાં NDA સરકાર બનાવશે.

તેવું તો નથી કે આ પ્રદેશ ભાજપ માટે સહેલું છે. તેમ છતાં, શાહે સ્ટાલિનને ટારગેટ કરતા કહ્યું, “હું દિલ્હીમાં રહું છું, પણ મારા કાન તામિલનાડુમાં છે.” તેમનું સંદેશો સ્પષ્ટ હતું—ભાજપ જાતે નહીં, પરંતુ તમિલનાડુની જનતા જ હવે DMK સામે ઊભી રહેશે.

આ ઉપરાંત, બેઠકમાં મહિલા સશક્તિકરણ અને વિકાસ પર પણ ખાસ ભાર મૂકાયો. શાહે જણાવ્યું કે,

મોદી સરકારમાં માતા અને માતૃભૂમિથી વધુ બીજું કંઈ નથી.
તેમણે સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ આગામી યોજનાઓની ચર્ચા કરી.

આ આખો પ્રવાસ માત્ર ધાર્મિક યાત્રા નહીં, પણ રાજકીય સંકેતો ભરેલો એક સક્રિય મેસેજ પણ છે, જે તમિલનાડુમાં ભાજપની પકડ મજબૂત કરવા માટેનું ઢંઢેરું છે.

વધુ સમાચાર  

Tarkhat
Author: Tarkhat

Leave a Comment