જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે વધુ એક સખત પગલું ભર્યું છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આવેલી આતંકવાદી ઠેકાણાઓ પર ‘ઓપરેશન સિંદૂર’ નામનું વિશાળ સ્થરે સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
આ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સેના સાથે પણ અથડામણ થઈ, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડ્યું. હુમલાઓ પછી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારવા માટે ઓલ પાર્ટી ડેલિગેશન વિદેશોમાં મોકલવાનો નિર્ણય લીધો. દેશના વિવિધ રાજકીય પક્ષોના સાંસદો દુનિયાના દેશોમાં જઈ પાકિસ્તાનના દોગલા અને આતંક સમર્થક વલણને ખુલ્લું મૂક્યા.
પરિણામે પાકિસ્તાને પણ ભારતની નકલ કરતા પોતાનું ડેલિગેશન વિદેશે મોકલ્યું, પણ એ દાવ उल્ટો પડી ગયો. અમેરિકાના વોશિંગ્ટનમાં પાકિસ્તાની પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં ગયેલું ડેલિગેશન, ભારત વિરુદ્ધ વાતચીત કરવા પહોંચ્યું. પરંતુ અમેરિકાના સાંસદ બ્રેડ શેરમેને તેમને જ આતંકવાદ મુદ્દે ઘેર્યા.
બ્રેડ શેરમેને જણાવ્યું કે, “પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન સામે કડક પગલાં ભરે. હું તેમને યાદ અપાવ્યું કે, એ સંગઠનના આતંકીઓએ જ 2002માં પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી, જેમનો પરિવાર આજે પણ કેલિફોર્નિયામાં રહે છે.”
દિગ્ગજ ભારતીય સાંસદ શશી થરુરનું નેતૃત્વ ધરાવતું ભારતીય ડેલિગેશન પહેલેથી જ અમેરિકામાં હાજર છે અને ભારતનો મજબૂત પક્ષ રજુ કરી રહ્યું છે.
આ ઘટનાએ ફરી સાબિત કર્યું કે ભારત માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં, પણ રાજનૈતિક અને કૂટનૈતિક મેદાનમાં પણ પાકિસ્તાનથી ઘણી આગળ છે.
