એલોન મસ્ક-Trump વિવાદના મધ્યે રશિયાએ મસ્કને આપ્યો ‘શરણ’નો ઈશારો!
ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે. આ તણાવની વચ્ચેથી રશિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રશિયાના વરિષ્ઠ સાંસદ ત્રમિત્રી નોવિકોવે જણાવ્યું કે જો જરૂર પડી તો રશિયા એલોન મસ્કને રાજકીય શરણ આપી શકે છે.
નોવિકોવનું કહેવું છે કે, “મસ્ક એક અનોખો માણસ છે. કદાચ તેમને શરણની જરૂર ન પડે. પણ જો ક્યારેક થાય, તો રશિયા તેમની સાથે છે.”
ટ્રમ્પ સાથેના તણાવથી શરૂ થયો વિવાદ
મસ્ક તાજેતરમાં અમેરિકાના રાજકીય ઘર્ષણમાં ઘેરાઈ ગયા છે. ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનને તો તેમને ગેરકાયદે પ્રવાસી ગણાવી દેશનિકાલ કરવાની પણ માંગ કરી હતી. એટલું જ નહીં, તેમણે SpaceXને જપ્ત કરવાની પણ ધમકી આપી.
જવાબમાં મસ્કે સ્પેસએક્સના Dragon Spacecraftને બંધ કરવાની ધમકી આપી હતી – જે ISS અને નાસા વચ્ચે અગત્યની લિંક છે. તેના કારણે અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે અને સરકારના હસ્તક્ષેપની માંગ ઉઠી છે.
રશિયાની ભૂમિકા શું છે?
જ્યારે રશિયાના પ્રવક્તા પેસકોવે આ વિવાદને અમેરિકાનો આંતરિક મુદ્દો ગણાવ્યો, ત્યારે હાલની સ્થિતિમાં રશિયાએ એક ભાવનાત્મક અને રાજકીય સંકેત આપ્યો છે.
રશિયાનો ઈતિહાસ જોઈ તો એડવર્ડ સ્નોડન અને બ્રિટિશ બ્લોગર ફિલિપ્સને પણ પનાહ આપીને તેણે પોતાની બાજુ સ્પષ્ટ કરી છે કે, રશિયા એ વિવાદિત પત્રકારો અને ટેક લીડર્સ માટે એક આશ્રય બની શકે છે.
ક્યારેક મિત્ર, હવે પ્રતિસ્પર્ધી
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે પહેલાં લાગણીઓ નિકટની હતી. પરંતુ ટુંક સમયમાં જ સંબંધો બગડ્યા, ખાસ કરીને જ્યારે મસ્કે ટ્રમ્પના ખર્ચ બિલ પર ટીકાઓ કરી.
જવાબમાં ટ્રમ્પે મસ્ક પર વાર કર્યો કે “મસ્કનું મગજ ફરી ગયું છે”, અને સ્પેસએક્સના તમામ સરકારી કોન્ટ્રાક્ટ્સની સમીક્ષા કરવાની ચિમકી આપી. થોડા સમય બાદ બંને તરફથી સાવધાની દાખવાઈ અને શાંતિપૂર્ણ ટિપ્પણીઓ સામે આવી
