નાસભાગ કેસમાં KSCAને હાઈકોર્ટે રાહત, દંડાત્મક કાર્યવાહી પર તાત્કાલિક બ્રેક!
IPL 2025માં ચેમ્પિયન બનેલી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજય પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર સર્જાયેલી નાસભાગે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું. 35 હજારની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ જ્યારે ત્રણ લાખ લોકોના ભીડના દબાણમાં આવ્યું, ત્યારે ફફડાટ સર્જાયો – 11 નિર્દોષના મોત થયા અને 33થી વધુને ઈજાઓ આવી.
આ ઘટના બાદ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA) વિરુદ્ધ FIR દાખલ થઈ હતી, જેને પગલે KSCAની વહિવટી સમિતિએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો.
KSCAએ કોર્ટમાં રજૂઆત કરી કે, “અમે માત્ર સ્ટેડિયમ ભાડે આપ્યું હતું, અમારું કોઈ પ્રતિક્ષ નિયંત્રણ ન હતું. મુખ્યમંત્રીના દબાણ હેઠળ પોલીસે ગુનો નોંધી કાયદાનો દુરુપયોગ કર્યો છે.”
હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો — KSCA વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવાઈ છે. સાથે જ તેમને કોર્ટના વિસ્તાર બહાર ન જવાની સૂચના આપવામાં આવી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવો પડશે એવો નિર્દેશ પણ આપ્યો છે.
કોર્ટ 16 જૂને આ મામલે ફરીથી સુનાવણી કરશે.
