Explore

Search

July 8, 2025 4:20 pm

LATEST NEWS
Lifestyle

IPL 2025: આ વખતે RCB નું નસીબ બદલાયું

Facebook
Twitter
WhatsApp
Email

IPL 2025 ની 18મી સિઝન RCB માટે ખરેખર યાદગાર બની છે. 29 મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં RCB એ 8 વિકેટથી વિજય મેળવીને ફાઈનલ માટે પોતાનું સ્થાન પક્કું કર્યું. RCB એ આ સિઝનમાં દરેક એવે મેચ જીતીને એ સૌનુ ધ્યાન ખેંચ્યું છે.

સીઝનમાં RCB માટે એવી ખાસ વાત રહી કે ટીમમાં એવા ચાર ખેલાડીઓ હતા જેઓ ગયા વર્ષે પણ ફાઈનલ સુધી પહોંચ્યા હતા – ભુવનેશ્વર કુમાર, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ અને સુયશ શર્મા. છેલ્લી સિઝનમાં ભુવી અને મયંક SRH માટે રમ્યા હતા અને સુયશ તેમજ સોલ્ટ KKRના હિસ્સા હતા. એ વખતે તેમની ટીમ ટાઈટલ જીતી શકી નહોતી, પણ આ વખતે આ ચારેય RCBના નસીબ બદલવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.

ભુવનેશ્વર કુમારની 13 વિકેટ, ફિલ સોલ્ટની ઝડપી શરૂઆત, મયંક અગ્રવાલની મહત્વની ઈનિંગ અને સુયશ શર્માની શાનદાર બોલિંગ – આ ચારેયે RCBના સફરમાં પોતપોતાની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ક્વોલિફાયર મેચમાં સુયશ શર્માએ બોલથી હેરાન કરીને વિજયનો રસ્તો સાફ કર્યો હતો.

હવે RCBના સમર્થકોના દિલમાં ફક્ત એક જ આશા છે – શું આ વખતે કપ વસૂલાશે?

વધુ સમાચાર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment