Explore

Search

July 8, 2025 5:07 pm

LATEST NEWS
Lifestyle

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા પછી, CM કોણ?

Facebook
Twitter
WhatsApp
Email

મણિપુરમાં રાજકીય પરિસ્થિતિ ફરી ગરમાઈ ગઈ છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા રાજકીય અસ્થિરતા પછી, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવીને નવી સરકાર બનાવવાની તૈયારી શરુ થઇ છે. મુખ્યમંત્રી એન.બિરેન સિંહે રાજીનામું આપ્યા બાદ રાજયમાં લાંબા સમયથી તણાવ છવાયો હતો.

હવે ભાજપની આગેવાનીવાળી NDA ગઠબંધનના 44 ધારાસભ્યો સરકાર બનાવવા માટે રાજપાલ સાથે સમર્થન દર્શાવી ચૂક્યા છે. આમાં સૌથી વધુ મૈતેઈ સમુદાયના ધારાસભ્યોનો સમાવેશ થાય છે, જે રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ છે. હવે સવાલ એ છે કે, મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ બનશે? શું ફરીથી એન.બિરેન સિંહે સત્તા મેળવશે કે નવો નેતા વિકસિત થશે?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મૈતેઈ સમુદાયનું સંતુલન રાખવો મહત્વપૂર્ણ છે. આ કારણે બીજું સમુદાયથી કોઈ નેતા ઉદય થઇ શકે છે, જે રાજ્યમાં શાંતિ અને એકતા લાવી શકે.

મણિપુરના 60 બેઠકોમાં 59 ભરેલી છે અને BJP-આગેવાન ગઠબંધન પાસે સોલિડ બહુમતી છે. 33 મૈતેઈ, 3 મુસ્લિમ અને 9 નગા ધારાસભ્યો સાથે આ ગઠબંધન રાજયમાં મજબૂત સ્થિતિમાં છે.

આ સ્થિતિમાં રાજકીય પરિસ્થિતિ અને મુખ્યમંત્રી માટેની લડત પર તમામ નજરો ટકી છે.

વધુ સમાચાર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment