Explore

Search

July 8, 2025 5:42 pm

LATEST NEWS
Lifestyle

મણિપુરમાં સરકાર માટે ભાજપનો દાવો રાજ્યપાલ સમક્ષ

Facebook
Twitter
WhatsApp
Email

મણિપુરમાં ફરી સરકાર રચવાની ચહલપહલ, NDAએ રાજ્યપાલને આપ્યો બહુમતી દાવો

મણિપુરમાં ફરી એકવાર રાજકીય હલચલ શરૂ થઈ છે. રાજીનામા પછી રાજયપતિ શાસન હેઠળ રહેલા મણિપુરમાં હવે નવી સરકાર રચવાનો પ્રયાસ તેજ બન્યો છે. NDAના ધારાસભ્યોનું દળ રાજભવન પહોંચી રહ્યું છે અને રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સમક્ષ સરકાર રચવાનો દાવો કરી રહ્યું છે.

NDA ધારાસભ્યોની રાજ્યપાલ સાથે મુલાકાત

મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં NDAના કુલ 10 ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ ધારાસભ્યોમાં ભાજપના 8, નેશનલ પિપલ્સ પાર્ટી (NPP)ના 1 અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ સરકાર રચવા માટે બહુમતી સાથે તૈયાર છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અગાઉ પત્ર લખાયો હતો

આ પહેલા 21 ધારાસભ્યો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમાં તેમણે પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ અને સ્થિરતા માટે લોકપ્રિય અને લોકસ્વીકાર્ય સરકાર રચવાની માંગ કરી હતી. આ પત્ર પર 13 ભાજપ, 3 NPP અને 2 અપક્ષ ધારાસભ્યોના હસ્તાક્ષર હતા.

44 ધારાસભ્યોનો સમર્થન હોવાનો દાવો

રાજ્યપાલ સાથે થયેલી મુલાકાત પછી ભાજપના ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામે જણાવ્યું કે કોંગ્રેસ સિવાયના કુલ 44 ધારાસભ્યો નવી સરકાર માટે સમર્થ છે. અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંતે ઉમેર્યું કે રાજ્યપાલને આપેલા પત્ર પર 22 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. NDAના તમામ ધારાસભ્યો મણિપુરમાં તાત્કાલિક સરકાર સ્થાપિત કરવા માંગે છે.

બહુમતી માટે જરૂરી છે 31 બેઠક

મણિપુર વિધાનસભાની કુલ 60 બેઠકોમાં બહુમતી માટે 31 બેઠકો જરૂરી છે. NDA દાવો કરી રહી છે કે તેઓ પાસે 44 ધારાસભ્યોનું સમર્થન છે, એટલે કે સ્પષ્ટ બહુમતી છે. હવે નિણર્ગય રાજ્યપાલના નિર્ણય પર આધાર રાખે છે કે તેઓ ક્યા ગઠબંધનને સરકાર રચવાનો આમંત્રણ આપે છે.

Tarkhat
Author: Tarkhat

Leave a Comment