કરણી માતા મંદિર નો ઇતિહાસ :
કહેવામાં આવે છે કે કરણી માતા માતા દુર્ગાનો અવતાર હતી અને એમણે પોતાના પૌત્રને અને તેના વંશજોને ઉંદર તરીકે પુનર્જન્મ આપ્યો હતો. આથી આ મંદિરના ઉંદરોને પણ દેવતાસમાન માનવામાં આવે છે. ખાસ કરીને જો કોઈ ભક્ત અહીં સફેદ ઉંદર જોઈ જાય, તો તેને ખૂબ શુભ સંજોગ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તે ભક્તને ખાસ આશીર્વાદ મળે છે.
કરણી માતાનું જન્મ 1387માં ચારણ પરિવારમાં થયું હતું. બાળપણમાં તેમનું નામ રીઘુબાઈ હતું. તેઓ સાધ્વી જીવન તરફ વળી ગયા બાદ લોકોએ તેમને ‘કરણી માતા’ કહી પૂજવા લાગ્યા. કહેવાય છે કે તેમણે 151 વર્ષ સુધી જીવન યાપન કર્યું હતું. તેમનાં મૃત્યુ પછી અહીં તેમના મંદિરમાં વિધિવત મૂર્તિ સ્થાપવામાં આવી હતી, જે આજે ભક્તિ અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.
વિશેષ વાત એ છે કે, વિભાજન પછી જ્યારે હિંગલાજ માતાના મંદિર (પાકિસ્તાન સ્થિત શક્તિ પીઠ) જવું મુશ્કેલ બન્યું, ત્યારે લોકોએ કરણી માતાને વધુ ભક્તિથી માનવા લાગ્યા. મંદિરમાં રહેલા ઉંદરોને કોઈ નુકસાન ન થાય તેની પૂરી કાળજી લેવાય છે. અહીં સુધી કે કોઈ બીમાર થાય તો તેમને ઉંદરોથી સ્પર્શાયેલું પાણી પણ સારવાર રૂપે આપવામાં આવે છે.
મંદિરનો વૈભવી રાજસ્થાની શૈલીનો નમૂનો, રૂપાળાં દરવાજાં અને ઝીણા કામવાળા શિલ્પોથી શોભિત છે. વિશ્વભરના ભક્તો અહીં ઉંદરોને ભોજન અર્પણ કરવા અને માતાના દર્શન કરવા આવતા રહે છે.
બીકાનેરની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામે કડક સંદેશો આપ્યો હતો. મોદીએ ચેતવણી આપી કે જો સરહદપારથી આતંકી હુમલો થાય, તો ભારત તેનો વધુ મજબૂત જવાબ આપશે.
આ પ્રસંગે વડાપ્રધાન કરણી માતાના મંદિર ખાતે દર્શન માટે પહોચ્યા હતા. ત્યારબાદ તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્નિર્માણ પામેલા દેશનોક રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ યોજના હેઠળ દેશભરના 1,300થી વધુ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે.
મોદી ત્યારબાદ બીકાનેર સ્થિત નલ એરફોર્સ સ્ટેશનની મુલાકાતે જશે જ્યાં તેઓ સેનાની સાથે મળીને મોરાલ વધારશે. તેમનો આ પ્રવાસ ઓપરેશન સિંદૂર બાદ થયો છે, જેમાં પાકિસ્તાને નલ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. જો કે, ભારતીય સુરક્ષા દળોએ તમામ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા.
