Explore

Search

July 8, 2025 5:09 pm

LATEST NEWS
Lifestyle

દિવ્યાંગ કર્મચારીઓ માટે આવાસમાં 4% અનામત

Facebook
Twitter
WhatsApp
Email
કેન્દ્ર સરકાર તરફથી દિવ્યાંગ કર્મચારીઓ માટે આશાજનક ભેટ

કેન્દ્ર સરકારે દેશના દિવ્યાંગ કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે દિવ્યાંગ કર્મચારીઓ માટે સરકારના આવાસમાં 4 ટકા અનામત નક્કી કરવામાં આવી છે. આ અનામતનો લાભ તેમને જનરલ પૂલ હેઠળના રહેણાંક સંકુલોમાં પણ મળશે.

ગૃહ અને શહેરી બાબતો મંત્રાલયે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આ પહેલ વડાપ્રધાન મોદીના “સબકા સાથ, સબકા વિકાસ” ના વિચારોને વાસ્તવિકતા આપશે.

આ અનામતથી માત્ર રહેણાકની સુવિધા નહીં મળે, પરંતુ દિવ્યાંગ કર્મચારીઓ માટે સરકારી સેવાઓમાં સમાનતા, સન્માન અને સહજ ઉપલબ્ધિતામાં પણ વધારો થશે.

RPwD અધિનિયમ, 2016ના આધારે નિર્ણય

મંત્રાલયે દર્શાવ્યું કે આ પગલું RPwD અધિનિયમ, 2016 હેઠળ લેવામાં આવ્યું છે. એસ્ટેટ ડિરેક્ટોરેટે એક મેમોરેન્ડમ દ્વારા જણાવ્યું કે આવાસોને દિવ્યાંગો માટે વધુ સરળ અને સુલભ બનાવવામાં આવશે.

આ પહેલ સરકારના સશક્ત અને સમાનતા આધારિત ભારતના લક્ષ્ય તરફનો મહત્ત્વપૂર્ણ પડકાર છે.

લાભ લેવા શું કરવું પડશે?

આ અનામતનો લાભ લેવા માટે કર્મચારીઓએ માન્ય યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) રજૂ કરવી પડશે. UDID એ અપંગતાનું પ્રમાણપત્ર ગણાશે અને તે સત્તાવાર અધિકારીઓ દ્વારા પ્રમાણિત હોવું જરૂરી છે.

દર મહિને ઈ-સંપદા વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. રહેઠાણ ફાળવણી એક ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા કરાશે જેને પારદર્શિતા અને ઝડપ મળશે.

વધુ સમાચાર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment