Explore

Search

July 8, 2025 1:56 am

LATEST NEWS
Lifestyle

બિહાર: A.S.A. અને જનસુરાજમાં ગઠબંધન

Facebook
Twitter
WhatsApp
Email

બિહારમાં રાજકીય ઘમાસાણ: આરસીપી સિંહ ‘જન સુરાજ’માં જોડાયા, ASA પક્ષનો વિલય

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય વર્તુળોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના પૂર્વ વિશ્વાસુ અને જેડિયુ ના ભૂતપૂર્વ અધ્યક્ષ આરસીપી સિંહ હવે પ્રતિસ્પર્ધી પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. આરસીપી સિંહે તેમના દ્વારા સ્થાપિત પક્ષ A.S.A. (આસા) નું જન સુરાજમાં વિલય પણ જાહેર કર્યો છે.

પ્રશાંત કિશોર અને આરસીપી સિંહ હવે એકસાથે બિહારમાં નવી રાજકીય ઈનિંગ શરૂ કરશે. બિહારમાં રાજકારણના ચતુર ખેલાડી ગણાતા આરસીપી સિંહે અગાઉ નીતિશ કુમાર સાથે લાંબી યાત્રા કરી હતી. એક સમયમાં તેઓ નીતિશના અતિ નજીકના સાથી હતા, પરંતુ મતભેદોને કારણે જેડિયું માંથી વિમુખ થયા અને પછી ભાજપનો હિસ્સો બન્યા. પરંતુ ત્યાં પણ સમય સીમિત રહ્યો. અંતે તેમણે પોતાનો જુદો પક્ષ ASA બનાવ્યો.

જ્યારે આજે તેઓ પ્રશાંત કિશોરની ઉપસ્થિતિમાં ASAનો જન સુરાજમાં વિલય કરીને રાજકારણમાં નવો મોરચો ખોલ્યો છે. આરસીપી સિંહના વ્યાપક પ્રશાસનિક અને રાજકીય અનુભવથી પ્રશાંત કિશોરની પાર્ટીને વિસ્તાર મળી શકે છે. પ્રસંગને શ્રેષ્ઠતા આપતાં આ વિલય રવિવાર — ભગવાન સૂર્યના પવિત્ર દિવસે — પૂર્ણ થયો.

વધુ સમાચાર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment