અમદાવાદમાં મહિલા પોલીસકર્મી પર હુમલો, પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનાર ત્રણની ધરપકડ
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક ઝઘડાની ફરિયાદ માટે આવેલી મહિલાએ અચાનક ઉશ્કેરાઈને પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન મહિલાએ અસભ્ય વર્તન કર્યું, પણ આત્મહત્યાની ધમકી પણ આપી.
મહિલાની સાથે આવેલા બે એનજીઓના કર્મચારીઓએ પણ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને સરકારી માલમત્તાનું નુકસાન પહોંચાડ્યું. એક સામાન્ય ફરિયાદથી શરુ થયેલી ચર્ચા તીવ્ર તણાવમાં ફેરવાઈ અને મહિલાએ પોલીસકર્મી પર શારીરિક હુમલો પણ કર્યો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહીની સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. હુમલાની ગુનાની ફરિયાદ પોલીસ મહિલા કર્મચારી તરફથી નોંધવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આવા બનાવોને ગંભીરતાથી લેવામાં આવશે અને કોઈ પણ સરકારી કર્મચારી સાથેનો હુમલો સહન કરાશે નહીં.
