જામીન વગર જેલમાં જ વિતશે નીરવ મોદીની જિંદગી, લંડનની કોર્ટએ 10મીવાર ફગાવી અરજી
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી અને હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને યુકેની લંડન કોર્ટ તરફથી ફરી એકવાર મોટો ઝટકો મળ્યો છે. 13,000 કરોડ રૂપિયાનું વિવિદિત કૌભાંડ કરનારા ભાગેડૂ નીરવ મોદીની 10મીવાર જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
આ વખતની અરજી લંડનના કિંગ્સ બેન્ચ ડિવિઝનમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં નીરવ મોદીએ વિનંતી કરી હતી કે જ્યારે સુધી ભારત સરકાર દ્વારા માંગેલ પ્રત્યાર્પણ અંગે નિર્ણય ન આવે, ત્યાં સુધી તે જામીન પર મુક્ત થવા માંગે છે.
સીબીઆઇની મજબૂત ટીમ લંડન પહોંચી હતી અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વકીલોએ જામીન આપવાનો કડક વિરોધ કર્યો હતો. તેમનું તર્ક હતું કે નીરવ મોદીએ 6498.20 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને ભારત ભાગી જવાનો ખતરો ઊભો છે.
નીરવ મોદી 19 માર્ચ, 2019થી યુકેની જેલમાં છે. તેની દરેક જામીન અરજી ફગાવવામાં આવી છે. યુકે હાઈકોર્ટ પહેલેથી જ ભારતને પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી ચુકી છે, પરંતુ હવે તેના પર અંતિમ નિર્ણય આવનારા સમયમાં લેવાશે.
આ કથિત હીરા વેપારીએ પોતાના કાકા મેહુલ ચોક્સી સાથે મળીને દેશના સૌથી મોટા બેંક કૌભાંડમાંથી એક સર્જ્યું હતું. ભારત સરકાર તેની સખત પણે વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
