અમદાવાદ શહેરમાં ફરીથી દબાણ હટાવાની મહત્વાકાંક્ષી કામગીરીએ ઝડપ પકડેલી છે. શહેરના એસ.જી. હાઈવે વિસ્તારમાં આવેલા મકરબા અને અલીફ રો-હાઉસ વિસ્તારમાં AMC દ્વારા મેસિવ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્રએ કુલ 292 મકાનો પર બુલડોઝર ચલાવ્યા, જે તમામ મકાન AMCના રિઝર્વ્ડ પ્લોટ અને ટી.પી. રોડ પર અનધિકૃત રીતે બનેલા હતા.
આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઇ અણધાર્યો બનાવ ન બને. મળતી માહિતી મુજબ, હવે આગળના તબક્કામાં હજુ 258 મકાનો અને 28 કોમર્શિયલ યુનિટ સહિત કુલ 2009 મકાનો હટાવવાની યોજના છે. આ મકાનો સ્કૂલ અને મકાન માટેના રિઝર્વ પ્લોટ પર બનાવાયા હતા.
AMCના દબાણ હટાવ વિભાગે જણાવ્યું કે, શહેરમાં જાહેર સંપત્તિ બચાવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં વધુ વિસ્તૃત થવાનું છે. નાગરિકોને અનધિકૃત બાંધકામથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
