અમદાવાદના મણીનગરમાં હેવમોરના આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી મળતાં ખળભળાટ મચી ગયો છે. એક મહિલાએ મહાલક્ષ્મી કોર્નર પાસેની દુકાન પરથી આઈસ્ક્રીમ ખરીદી હતી. જ્યારે તેણીએ આઈસ્ક્રીમ કોન ખાવાની શરૂઆત કરી, ત્યારે મોંમાં કંઈક અજાણ વસ્તુ આવી. બહાર કાઢીને જોયું તો તે ગરોળીની પૂંછડી હતી. તરત જ મહિલાને ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ અને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી.
આ ઘટના બાદ Ahmedabad Municipal Corporation (AMC) એલર્ટ થઈ ગઈ છે. તાત્કાલિક કાર્યવાહી હેઠળ 3 સભ્યોની તપાસ કમિટી રચાઈ છે. આગામી 7 દિવસમાં આ મામલે વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે હેવમોર સામે કડક કાર્યવાહી થશે એવી શક્યતા છે.
આ ઘટનાએ ગ્રાહકોમાં ભય ફેલાવી દીધો છે અને ખાદ્ય સલામતી પ્રત્યે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
