Explore

Search

July 8, 2025 5:11 pm

LATEST NEWS
Lifestyle

વિદેશ મંત્રી જયશંકર માટે સુરક્ષા વધારાઈ

Facebook
Twitter
WhatsApp
Email

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષા વધારાઈ, હવે બુલેટપ્રૂફ કારમાં ફરશે

વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષા વધારવાની જાહેરાત થયો બાદ હવે તેઓ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ કારમાં યાત્રા કરશે. પાકિસ્તાન સાથે તણાવની પૃષ્ઠભૂમિમાં તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે અને દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાન આસપાસ પણ સુરક્ષા બંદોબસ્ત મજબૂત બનાવાયો છે.

જયશંકરને પહેલાં Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પણ હવે તેમને Z કેટેગરી હેઠળ સુરક્ષા મળશે. CRPFના 33 કમાન્ડોઝની ટીમ સતત 24 કલાક તેમની રક્ષા માટે તૈનાત રહેશે. CRPF હવે દિલ્હીના પોલીસથી સુરક્ષાનું સંપૂર્ણ દાયિત્વ સંભાળી રહી છે.

સંદર્ભ અને પરિપ્રેક્ષ્ય: તણાવભર્યા સંજોગો વચ્ચે લેવાયો નિર્ણય

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ભારતે 7 મેએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને નાશ કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન તરફથી ભારતના કેટલાક શહેરો પર હુમલાની કોશિશો થઈ. ભારતે તેની એર ડિફેન્સ સિસ્ટમથી તે હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા અને સામે જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના 14 સૈન્ય ઠેકાણાં નષ્ટ કર્યા.

પાકિસ્તાનએ 10 મેના રોજ સીઝફાયરનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને ચર્ચા બાદ બન્ને દેશોએ અમલમાં મૂક્યો. આ સમગ્ર ઘટનાક્રમના પગલે ભારતે પોતાના ટોચના નેતાઓની સુરક્ષા પણ પુનઃમુલ્યાંકન કરી છે.

CRPF VIP સુરક્ષામાં અગ્રેસર

CRPF હાલ 210થી વધુ ભારતીય નેતાઓને VIP સુરક્ષા આપે છે. જેમાં અમિત શાહ, નીતિન ગડકરી, દલાઇ લામા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. હવે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ તે યાદીમાં વધુ સુરક્ષિત સ્થાન ધરાવે છે.

વધુ સમાચાર

Tarkhat
Author: Tarkhat

Leave a Comment