Explore

Search

July 8, 2025 5:12 pm

LATEST NEWS
Lifestyle

27એ નિવૃત્ત ત્રિપલ સદીનાં ખેલાડી નું અવસાન

Facebook
Twitter
WhatsApp
Email

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું 84 વર્ષની ઉંમરે મેલબર્નમાં અવસાન

ક્રિકેટ જગતમાંથી એક શાંત અને સંયમિત નામ હવે સદાય માટે વિદાય લઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન બોબ કાઉપરનું 84 વર્ષની ઉંમરે મેલબર્નમાં અવસાન થયું છે. લાંબા સમયથી તેઓ કેન્સરની લીડ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને 11 મે, રવિવારે તેમનું નિધન થયું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના અવસાનની પુષ્ટિ કરી છે.

કાઉપર એક અસાધારણ બેટર તરીકે ઓળખાતા હતા, જેમણે 1966માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે 307 રનની ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી. આ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન દ્વારા થયેલી પ્રથમ ત્રિપલ સેન્ચુરી હતી. તેઓએ 12 કલાક સુધી ક્રીઝ પર રહી 589 બોલનો સામનો કર્યો હતો.

1964થી 1968 વચ્ચે બોબે ઓસ્ટ્રેલિયા માટે 27 ટેસ્ટ મેચ રમી, જેમાં 2061 રન બનાવી 46.84ની એવરેજ હાંસલ કરી. ખાસ કરીને ઘરઆંગણે તેમણે 75.78ની એવરેજથી 1061 રન નોંધાવ્યા હતા, જેને કારણે ડોન બ્રેડમેન પછી તેમને આ શ્રેણીમાં બીજું સ્થાન મળ્યું હતું.

તેમના પરિવારમાં પત્ની ડેલ અને બે દિકરીઓ ઓલિવિયા અને સેરા છે. તેઓ માત્ર શાનદાર બેટ્સમેન જ નહિ, એક નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ તરીકે પણ ઓળખાતા. કાઉપરે વિવિધ ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A મેચોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમનો ખેલ જગતમાં વધારો “મેડલ ઑફ ધ ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયા” દ્વારા પણ માન્ય થયો હતો.

બોબ કાઉપરનું અવસાન માત્ર ઓસ્ટ્રેલિયન નહિ, સમગ્ર ક્રિકેટ જગત માટે એક મોટી ક્ષતિ છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને તેમના યોગદાનને શત શત વંદન કરીએ.

Tarkhat
Author: Tarkhat

Leave a Comment