22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાનના પૂર્વ સૈનિક અધિકારી આદિલ રાજાએ દાવો કર્યો છે કે આ હુમલાના આદેશ પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે આપ્યા હતા. આદિલના જણાવ્યા મુજબ, આ હુમલો મક્કમ નેતૃત્વ દેખાડવા માટે અને બલુચિસ્તાનમાં ભારતીય સમર્થનના બદલા રૂપે યોજાયો હતો.
હુમલાના પાંચ દિવસ પહેલા આસિમ મુનીરે એક કાર્યક્રમમાં હિન્દુવિરોધી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને હિન્દુઓ અલગ છે અને કાશ્મીર તેમનું છે. આ નિવેદન બાદ 22 એપ્રિલે હુમલો થયો જેમાં 26 લોકોનું ધર્મ પુછીને હત્યા કરવામાં આવી હતી.
ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે, જેમાં સિંધુ જળ સંધિ રદ અને વેપાર બંધનો સમાવેશ થાય છે.
