પહલગામ હુમલાને લઇ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં, ભારતે પાકિસ્તાનથી આવતા તમામ માલ પર સંપૂર્ણ આયાત પ્રતિબંધ લગાવ્યો છે. હવે પાકિસ્તાનથી કોઈ પણ પ્રોડક્ટ, ભલે તે સીધી આવે કે ત્રીજા દેશમાં ફેરવીને, ભારતમાં નહીં આવશે.
આ નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર મોટો આઘાત પડશે. ભારતમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની વસ્તુઓ આવતી હતી — જેમ કે પેશાવરી ચપ્પલ, લાહોરી કુર્તા, સુકા મેવો, કપાસ, કાર્બનિક કેમિકલ્સ, સિંધવ મીઠું અને સ્ટીલ-સિમેન્ટ.
સિંધવ મીઠું એટલે કે હિમાલયન રોક સોલ્ટ, ખાસ કરીને આયુર્વેદ અને વ્રત ઉપવાસમાં ખૂબ ઉપયોગી છે.
સુકો મેવો, જેમ કે બદામ, અખરોટ અને કિશમિશ ભારતભરમાં લોકપ્રિય છે.
પેશાવરી ચપ્પલ મજબૂતાઇ અને દેખાવ માટે જાણીતી છે.
લાહોરી કપડાં – ભરતવાળાં કુર્તા અને સુટ શોખીન લોકોની પસંદગી રહ્યા છે.
હવે આ વસ્તુઓ ભારતમાં ઉપલબ્ધ નહીં હોય. જોકે ભારત આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યું છે. તેથી બજારમાં દેશી વિકલ્પો ઝડપથી ઉભરી શકે છે.
