પ્રીટિ ઝિન્ટા ૩૬ બાળકોની માતા : અંડરવર્લ્ડ સામે પણ લડી લીધું ; એક્ટ્રેસે કહ્યું હતું – દુષ્કર્મીઓને નપુંસક બનાવી દેવા જોઈએ
બોલિવૂડની ડિમ્પલ ગર્લ આજે 50 વર્ષની થઈ. 28 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ પ્રીટિ ઝિન્ટાએ લગભગ 38 ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મોમાં આવતા પહેલાં પ્રીટિ એક મોડલ હતી. પ્રીટિ છેલ્લાં કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે. તે આંત્રપ્રેન્યોરશિપ અને સોશિયલ વર્કમાં વધુ સમય વિતાવે છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમ, પંજાબ કિંગ્સની કો-ફાઉન્ડર છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે પ્રીટિએ 2009માં એકસાથે 34 છોકરીઓને દત્તક લીધી હતી. પ્રીતિ તેમનો બધો ખર્ચ ઉઠાવે છે. પ્રીટિએ હંમેશાં સમાજમાં મહિલાઓની સુરક્ષા અંગે અવાજ ઉઠાવ્યો છે.
તેમણે એક વખત સોશિયલ મીડિયા પર માગ કરી હતી કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુના કરનારાઓને નપુંસક બનાવવા જોઈએ. તેણે પીએમ મોદીને પણ ટેગ કર્યા હતા.
પ્રીટિ ઝિન્ટાએ એક સમયે કોર્ટમાં અંડરવર્લ્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેની ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ બનાવવામાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્ટારકાસ્ટને આ વાતની ખબર નહોતી. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે ફિલ્મના કલાકારોને ધમકીઓ મળવા લાગી. તે સમયે, પ્રીટિ એકમાત્ર એક્ટ્રેસ હતી જે કોર્ટમાં નિવેદન આપવા ગઈ હતી.
પ્રીટિએ 2016માં અમેરિકન સિટીઝન જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં. બંનેને જોડિયાં બાળકો છે, જેમનું નામ જીયા અને જય છે.
ઘણાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીથી દૂર રહેલી પ્રીતિ ટૂંક સમયમાં સની દેઓલ સાથે ફિલ્મ ‘લાહોર 1947’માં વાપસી કરશે.
IPL મેચ દરમિયાન પ્રીટિ ઝિન્ટા અને નેસ વાડિયા વચ્ચે ઝઘડો થયો હતો
બોલિવૂડની ડિમ્પલ ગર્લ, પ્રીટિ ઝિન્ટાએ પોતાના અભિનય અને ચુલબુલી અંદાજથી ચાહકોના દિલ પર રાજ કર્યું છે. જોકે, તે ઘણા સમયથી અભિનયથી દૂર છે. ટૂંક સમયમાં તે રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’ સાથે વાપસી કરશે.
આ ઉપરાંત, તેનું મુખ્ય ધ્યાન IPL ટીમ પર છે. તે IPL ટીમ પંજાબ કિંગ્સની કો-ફાઉન્ડર છે. એક વખત IPL મેચ દરમિયાન પ્રીટિ અને નેસ વાડિયા વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે એવું કહેવાયમાં આવી રહ્યું કે પ્રીટિ તે સમયે નેસ વાડિયા સાથે રિલેશનશિપમાં હતી.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh