Explore

Search

July 8, 2025 4:33 pm

LATEST NEWS
Lifestyle

વિડિયો : વોશિંગ્ટનમાં હેલિકોપ્ટર સાથે પેસેન્જર વિમાન અથડાતા ક્રેશ, ૧૯ મોત

Facebook
Twitter
WhatsApp
Email

વિડિયો : વોશિંગ્ટનમાં હેલિકોપ્ટર સાથે પેસેન્જર વિમાન અથડાતા ક્રેશ, ૧૯ મોત

અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ થઈ ગયા હતા. વિમાનમાં લગભગ 64 મુસાફરો સવાર હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી 19 મૃતદેહો મળી આવ્યા છે. અમેરિકન એરલાઇન્સના વિમાનમાં કુલ 64 લોકો મુસાફરી કરી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કેટલાક મીડિયામાં એવો દાવો કરાયો છે કે હજુ સુધી કોઈ જીવતો બહાર આવ્યો નથી એટલે કે એવું પણ બની શકે કે લગભગ તમામ મુસાફરો મૃત્યુ પામી ગયા હોઈ શકે છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

અમેરિકન એરલાઇન્સે દુર્ઘટના વિશે જાણકારી આપી 
અમેરિકન એરલાઈન્સે એ વાતની પુષ્ટી કરી છે કે આ વિમાનમાં 60 મુસાફરો હતા અને 4 ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા. તેની ટક્કર બ્લેક હોક હેલિકોપ્ટર સાથે થઇ હતી. બુધવારે રાતે આ ઘટના બની હતી. આ વિમાને કેનસાસના વિચિતાથી ઉડાન ભરી હતી. જોકે વિમાન સાથે અથડાનાર હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતા. જોકે આ હેલિકોપ્ટરમાં કોઈ સિનિયર ઓફિસર સવાર નહીં હોવાની પણ જાણકારી સામે આવી છે.

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું 
આ ટક્કર બાદ વિમાન 60 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત પોટોમેક નદીમાં ખાબક્યું હતું. જોકે ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.અમેરિકન સૈન્યના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે ટક્કર થઇ ગઇ હતી. તેના પછી બંને નદીમાં ક્રેશ થઇ ગયા હતા અને પોટોમેક નદીમાં ખાબક્યા હતા. એરલાઇન્સ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એવા અહેવાલ છે કે પીએસએ દ્વારા ઓપરેટેડ અમેરિકન ઈગલ ફ્લાઇટ 5342 વિમાન કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું અને તે સમયે જ Sirosky H 60 સાથે તેની ટક્કર થઇ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું નિવેદન 
આ ઘટના અંગે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન જાહેર કરતાં કહ્યું કે ભયાનક વિમાન દુર્ઘટના બાદ ઈમરજન્સી સેવાના અધિકારીઓ અદભૂત રીતે કામગીરી કરી રહ્યા છે. આ ઘટના રીગન નેશનલ એરપોર્ટ પર બની હતી. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે. હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જેમ જેમ વિગતો સામે આવશે હું તમારી સમક્ષ રજૂ કરતો રહીશ.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment