Explore

Search

July 8, 2025 5:00 pm

LATEST NEWS
Lifestyle

વિદ્યાર્થિની-વિધવાઓને ટિકિટમાં રાહત, નવા બસ ટર્મિનસ : એએમટીએસ ના બજેટમાં વચનોની લહાણી

Facebook
Twitter
WhatsApp
Email
વિદ્યાર્થિની-વિધવાઓને ટિકિટમાં રાહત, નવા બસ ટર્મિનસ : એએમટીએસ ના બજેટમાં વચનોની લહાણી
અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સોમવારે (27 જાન્યુઆરી) 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં 4620 કરોડ રૂપિયાનું દેવું ધરાવતા વિભાગમાં અન્ય 23 કરોડના સુધારા સાથે સત્તાધારી ભાજપે 705 કરોડના બજેટને મંજૂરી આપી હતી. જેમાં પહેલાંથી ખોટમાં ચાલતી ડબલ ડેકર બસને બંધ કરવી પડી છે, તેમ છતાં 8 કરોડ રૂપિયાના ખર્ચે નવી ચાર ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે. આ સિવાય ધોરણ 10 બાદ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટિકિટના દરમાં 85 ટકા સુધીની રાહત સિવાય અન્ય અનેક વચનોની લહાણી કરવામાં આવી છે.
682 કરોડનું ડ્રાફ્ટ બજેટ
વર્ષ 2025-26 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. કમિટીના ચેરમેન ધરમશીભાઈ દેસાઈએ કહ્યું કે, ‘ટ્રાન્સપોર્ટ મેનેજરે 1172 બસનું ફ્લીટ સૂચવ્યું હતું. જેમાં 100 નવી મીની સી.એન.જી બસ ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને 1272 બસનું ફ્લીટ કરવા ઠરાવ કરાયો છે. વર્ષ 2025-26માં નવી 445 એ.સી બસના ફ્લીટમાં ઉમેરો કરવામાં આવશે.’
ચાર નવી ડબલ ડેકર બસ ખરીદશે
નોંઘનીય છે કે, એક વર્ષ પહેલાં સાત ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ શહેરના વિવિધ રૂટ પર શરૂ કરવામાં આવી હતી. પરંતુ, થોડા દિવસ પહેલાં જ પેસેન્જર ન મળવા અને આવક ન થવાનું બહાનું કાઢી તેને બંધ કરી દેવામાં આવી છે. તેમ છતાં વર્ષ 2025-26ના બજેટમાં 16માં નાણાંપંચની ગ્રાન્ટ મેળવીને ચાર નવી ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે.
એ.એમ.ટી.એસ. બજેટમાં લોભામણાં આશ્વાસનો
  • દર શનિ-રવિ સ્પેશિયલ ભાડાં સાથે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
  • ધોરણ 10 બાદ અભ્યાસ કરતાં માતા-પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના કરવામાં આવશે.
  • વિધવા મહિલાઓને ટિકિટ દરમાં 50 ટકા રાહત આપવામાં આવશે.
  • કલેક્ટર પાસેથી જગ્યા મેળવી ડમરૂ સર્કલ પાસે એક કરોડના ખર્ચે બસ ટર્મિનસ બનાવાશે.
  • શહેરના રીંગરોડ ઉપર બસોના નાઇટ પાર્કિંગ માટે 6 કરોડના ખર્ચે 12 ટર્મિનસ બનાવાશે.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment