Explore

Search

July 9, 2025 1:37 am

LATEST NEWS
Lifestyle

સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ઘમાસાણ : ૧૧ મહિના માટે કોર્પોરેટર બનવા ભાજપના ૨૨ થી વધુ દાવેદારો મેદાને

Facebook
Twitter
WhatsApp
Email

સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ઘમાસાણ : ૧૧ મહિના માટે કોર્પોરેટર બનવા ભાજપના ૨૨ થી વધુ દાવેદારો મેદાને

સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી જાહેર થાય છે.

આ ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. આ પેટા ચૂંટણીમાં ભાજપના નિરીક્ષકો ભાજપ કાર્યાલય આવ્યા હતા. જ્યાં બપોર સુધીમાં 22 થી વધુએ દાવેદારી કરી છે.

સુરત પાલિકાના વોર્ડ નં 18 (લિંબાયત-પરવટ)ના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી.

રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે સુરત પાલિકાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છીએ. આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર માટે ભાજપ દ્વારા કયાવત શરૂ કરવામાં આવી છે.

આજે વોર્ડનં 18 ની એક બેઠક પરથી ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ ભાજપ બે નિરીક્ષકો ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સુરત આવ્યા હતા. સવારના 11 વાગ્યાથી ઉમેદવારોને સાંભળવાનો દૌર શરૂ થયો હતો.

બપોર સુધીમાં 22થી વધુ કાર્યકરોએ આ બેઠક માટે દાવેદારી કરી છે. જેમાં મૃતક ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના પુત્રએ પણ દાવેદારી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક લાખ જેટલા મતદાર ધરાવતા આ વોર્ડમાં 25 હજાર જેટલા લધુમતિ મતદારો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ-આપ દ્વારા પણ ઉમેદવારો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેના કારણે આ પેટા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ થાય તેવી શક્યતા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment