પૂણે : કેવા દિવસો આવ્યા! જોબ ઈન્ટરવ્યૂ માટે ૩ હજાર એન્જિનિયરોની કતાર, વીડિયો વાઇરલ
હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેનેડાની એક રેસ્ટોરન્ટમાં ભારતીય વિદ્યાર્થીઓની લાંબી લાઈન જોવા મળી રહ્યા હતા.
આ વિદ્યાર્થીઓ વેઈટર અને સર્વિસ સ્ટાફની નોકરી માટે કલાકો સુધી રાહ જોતા હતા. ત્યારે ફરી બીજો એક વીડિયો સામે આવ્યો છે, જે ભારતનો છે, અને તે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.
અત્યારે જે વીડિયો વાઈરલ થઈ છે, તે કેનેડાનો નહીં પરંતુ, પુણેનો છે, જ્યાં લગભગ 3,000 એન્જિનિયરો IT કંપનીમાં નોકરી મેળવવા માટે કતારમાં ઉભા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ખુલ્લા આકાશ નીચે તડકામાં ચિંતિત એન્જિનિયરો અને IT ક્ષેત્રમાં નોકરી મેળવવાની આશા સાથે કલાકોથી લાઈનમાં ઉભા છે.
How bad is the job market!
3000 people lined up outside an IT company in Hinjewadi, Pune for a walk-in drive to hire a junior developer. pic.twitter.com/A3MzHYj41r
— Ravi Handa (@ravihanda) January 25, 2024
ભારતમાં IT નોકરીઓ માટે વધતી સ્પર્ધા!
આ વીડિયો જોયા પછી, લોકો પૂછી રહ્યા છે કે, ભારતમાં IT નોકરી મેળવવી પહેલા કરતાં વધુ પડકારજનક બની ગઈ છે. બેરોજગારી અને નોકરી મેળવવામાં મુશ્કેલીએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.
પુણે આઈટી કંપનીઓનો ગઢ માનવામાં આવે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો પુણેના મગર્પટ્ટા વિસ્તારનો છે, જ્યા આઇટી કંપનીઓ માટે હોટસ્પોટ છે. અહીં 3,000 થી વધુ એન્જિનિયરો નોકરી શોધવા માટે કતારમાં ઉભેલા છે. આ દર્શાવે છે કે આઇટી ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે સ્પર્ધા કેટલી ઉગ્ર બની ગઈ છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh