Explore

Search

July 8, 2025 5:36 pm

LATEST NEWS
Lifestyle

મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

Facebook
Twitter
WhatsApp
Email

મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજને મળ્યા હતા.

પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ સાથે સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને અન્ય સંતોને મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ‘અક્ષય વટ’માં પૂજા કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

પ્રયાગરાજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહા કુંભમાં સ્વામી અવધેશાનંદ આશ્રમ પહોંચ્યા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચ્યા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે.

ઉત્તર પ્રદેશ: ICC અધ્યક્ષ જય શાહ તેમના પરિવાર સાથે મહાકુંભ 2025 માં હાજરી આપવા માટે પ્રયાગરાજ પહોંચ્યા.

ઉત્તર પ્રદેશ: યોગ ગુરુ બાપુ રામદેવ ને પ્રયાગરાજમાં મફત યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિર નું આયોજન કર્યું .

પ્રયાગરાજ,યુપી : મહાકુંભ 2025માં ડ્રોન શોનો વીડિયો : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

બાગેશ્વર ધામ પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું.. : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

રેમો ડિસૂઝા અવતાર બદલીને મહાકુંભમાં પહોંચ્યો : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

અખિલેશ યાદવે મહાકુંભમાં 11 ડૂબકી લગાવી, કહ્યું- હજારો કરોડ ખર્ચ્યા છે તો સારી વ્યવસ્થા હોવી જોઈએ : મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન

સંગમમાં ડુબકી લગાવ્યા બાદ અખિલેશે ભાજપ પર નિશાન સાધવાનું ચુક્યા ન હતા. તેમણે કહ્યું કે, વિભાજનકારી અને નકારાત્મક રાજકારણને કોઈ સ્થાન નથી. મેં અગાઉ હરિદ્વારમાં ડુબકી લગાવી હતી અને આજે મને મહાકુંભમાં સંગમમાં ડુબકી લગાવવાની તક મળી છે.

મહાકુંભમાં કોણે કોણે ડૂબકી લગાવી, જાણો સમાચાર પળ પળના

વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ : અખિલેશ

તેમણે કહ્યું કે, ‘સરકારમાં બેઠેલા લોકોએ મહાકુંભમાં કરાયેલા આયોજનને ખેલ આયોજન ન બનાવવું જોઈએ. મેં અહીં જોયું કે, મહાકુંભના જુદાં જુદાં સ્થળો પર વૃદ્ધો આવી રહ્યા છે, જેમના માટે એવું આયોજન હોવું જોઈએ કે, કોઈને પણ પરેશાન ન થાય.

‘બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર નહીં બચે’

સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું કે, ‘મહાકુંભ ભાગલા પાડવાની જગ્યા નથી. કુંભમાં સદભાવના, સંવાદિતા, સહનશીલતા યથાવત્ રહેવી જોઈએ. બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર બચી નહીં શકે. જ્યારે સરકાર જ નહીં હોય તો બુલડોઝર કોની પાસે રહેશે. નેતાજી (પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ) વખતે યોજાયેલા કુંભમાં ઓછા ખર્ચે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના મહાકુંભમાં ચાલવા માટે અસુવિધા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વૃદ્ધો માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે, તેમને વધુ ન ચાલવું પડે. VIP માટે પણ સારી સુવિધા ઉભી કરવી જોઈએ.’

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment