અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ નથી મળી? તો ઘરે બેઠા અહીં જુઓ લાઈવ સ્ટ્રીમિંગ
અમદાવાદમાં થનાર કોલ્ડપ્લે કોન્સર્ટને ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ કરવામાં આવનાર છે, જેના કોન્સર્ટમાં ન ગયેલા લોકોને ઘરે બેઠા લાઇવ જોવાની તક મળશે.
આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર કોલ્ડપ્લેને લઈ યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતે અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી યુવાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. પરંતુ જો તમે આ કોન્સર્ટમાં ન પહોંચી શક્યા હોય તો ચિંતા કરવાની જરીક પણ જરૂર નથી. કારણ કે અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ કરવામાં આવાનાર છે. જેના થકી તમે ઘરે બેઠા બેઠા કોન્સર્ટની મજા માણી શકશો.
વિશ્વભરમાં તેના ઉત્તમ સંગીત અને ગીતો માટે પ્રખ્યાત કોલ્ડપ્લે ભારતમાં તેનો કોન્સર્ટ કરવા જઈ રહ્યું છે. તેની ટિકિટ માટે પણ ઘણી મારામારી છે ત્યારે ટિકિટમાં બ્લેક માર્કેટિંગ અને છેતરપિંડીના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. વેલ, જે લોકો ઘરે બેસીને કોન્સર્ટ જોવા માંગે છે, તેમના માટે સારા સમાચાર છે. કોલ્ડપ્લેનું પ્રસારણ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઇ શકાશે. ડિઝની પ્લસ હોટસ્ટાર તેમના આઇકોનિક ‘મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર કોન્સર્ટ’ને સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સુધી લાઇવ લાવવા માટે કોલ્ડપ્લે સાથે સહયોગ કરશે.
ક્રિસ માર્ટિને શું કહ્યું ?
કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને ભારતમાં શો કરવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, “અમને એ જણાવતા આનંદ થાય છે કે 26 જાન્યુઆરીએ અમદાવાદથી અમારો શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થશે, જેથી તમે તેને ભારતમાં ગમે ત્યાંથી જોઈ શકો. કોલ્ડપ્લે કોન્સર્ટ ફક્ત ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ થશે. હોટસ્ટારનો દાવો છે કે તેનું લાઈવ ટેલિકાસ્ટ સારી ગુણવત્તામાં કરવામાં આવશે, જેથી લોકો કોન્સર્ટનો આનંદ લઈ શકે.
કોલ્ડપ્લેની વિશેષતા
કોલ્ડપ્લેનામાં જેમાં 6થી 7 પ્રકારના મ્યુઝિક છે. લવ, હોપ, નોસ્ટાલ્જિયા નામના મ્યુઝિક જોવા મળે છે. કોલ્ડપ્લે તેના દમદાર LIVE પર્ફોર્મન્સથી છે જાણીતું છે. યંગસ્ટર્સ અને વૃદ્ધ એમ બંને પેઢી માટે કોલ્ડપ્લે જાણીતું છે. કોલ્ડપ્લેની ટીમમાં 50% મહિલાઓ જોવા મળે છે. કોલ્ડપ્લેની ટીમમાં અંદાજે 500 લોકો હોય છે. કોલ્ડપ્લે દરેક કોન્સર્ટમાં કોઈને કોઈ સરપ્રાઈઝ આપે છે. કોલ્ડપ્લે પોતાની આવકની 10% રકમ દાનમાં આપે છે.
કોન્સર્ટને લઈને અમદાવાદમાં પોલીસ એલર્ટ
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ NSG કમાન્ડો સાથે પોલીસ જવાનો પણ સજ્જ છે. 4 હજાર પોલીસ જવાનો સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી ન થય તે માટે આયોજન. 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP સહિત પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે. મહિલાઓ માટે પણ અલગથી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. 400થી વધુ CCTV કેમેરાથી પોલીસ મોનિટરિંગ કરશે. CCTVથી મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. 11 મેડિકલ સ્ટેશન, 7 એમ્બ્યુલ્સ સાથે 3 બેડની મિનિ હોસ્પિટલ તૈયાર તેમજ QRT ટીમ, NSG, SDRF, BDDSની ટીમ તૈનાત રહેશે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh