Explore

Search

July 8, 2025 5:17 pm

LATEST NEWS
Lifestyle

૨૬ જાન્યુઆરીએ કંઇક આ રીતે નક્કી કરાય છે ચીફ ગેસ્ટ, ઇતિહાસ છે રસપ્રદ

Facebook
Twitter
WhatsApp
Email

૨૬ જાન્યુઆરીએ કંઇક આ રીતે નક્કી કરાય છે ચીફ ગેસ્ટ, ઇતિહાસ છે રસપ્રદ

1947માં બ્રિટિશ રાજથી મુક્તિ મુક્તિ મળી, પરંતુ ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950 સુધી અમલમાં આવ્યું નહીં.
જેના કારણે ભારત એક સાર્વભૌમ રાજ્ય બન્યું અને તેને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. હવે એ સવાલ પણ થતો હશે કે 26 જાન્યુઆરી પર મુખ્ય અતિથિનું સિલેકશન કેવી રીતે થાય છે. કોણ છે જે આપણા મુખ્ય અતિથિની પસંદગી કરે છે, જે રિપબ્લિક ડેની પરેડનો ભાગ બને છે. તો ચાલો આના વિશે જાણીએ.  

26 જાન્યુઆરી પર મુખ્ય અતિથિનો ઇતિહાસ

શેના આધારે નક્કી થાય છે મુખ્ય અતિથિ?

26 જાન્યુઆરી કે 15મી  ઓગસ્ટ પર મુખ અતિથિને આમંત્રિત કરતા પહેલા એ જોવામાં આવે છે કે કયા દેશના સંબંધો વધારે મજબૂત બની શકે છે, જેમાં બંને દેશોને વ્યાપાર, રક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોને વધારવામાં સહયોગ મળી શકે. સાથે જ બાહરી દેશોમાં સંબંધ સારા થવા પર ટુરિઝમને પણ પ્રોત્સાહન મળે છે. સાથે જ આ પણ જોવામાં આવે છે કે બંને દેશ પોતાના જૂના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે. આ ચર્ચાનો ભાગ પોતે PM અને રાષ્ટ્રપતિ હોય છે. આ બાદ બંને સહમતી બાદ મુખ્ય અતિથિ નક્કી થાય છે. બાદમાં મુખ્ય અતિથિને ઇન્વિટેશન મોકલવામાં આવે છે.

આ વખતે કોઈ છે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ?

આ વખતે પણ પ્રજાસત્તાક દિવસ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય અતિથિ હશે. પ્રજાસત્તાક દિવસ 2025 ના ખાસ મોકા પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો  સુબીયાંતોને ભારતે પોતાના મુખ્ય અતિથિ બનાવ્યા છે. પ્રબોવો સુબીયાંતો રાજકીય મહેમાન હશે. સન 1950 બાદ આ ચોથો અવસર હશે જ્યારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર મુખ્ય અતિથિના રૂપે આવી રહ્યા છે.

મેજર રાધિકા સેન, જે યાંત્રિક દળોનો ભાગ છે જે પ્રજાસત્તાક દિવસની પરેડ પર કર્તવ્ય પથ પર કૂચ કરશે.
તેણે સશસ્ત્ર દળોમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેણીએ કહ્યું કે તે નંદીઘોષ પર ઉભી રહેશે, જે ભારત ફોર્જ દ્વારા સ્વદેશી રીતે બનાવેલ ઝડપી પ્રતિક્રિયા બળ વાહન છે.
મેજર રાધિકા સેને કહ્યું, “હું કર્તવ્ય માર્ગ પર કૂચ કરી રહેલા યાંત્રિક દળોનો એક ભાગ છું. હું નંદીઘોષ પર ઊભો રહીશ, જે એક ક્વિક રિએક્શન ફોર્સ વ્હીકલ છે.” રાષ્ટ્રપતિ એક ઔપચારિક બગ્ગીમાં કર્તવ્ય પથ પર પહોંચશે અને ઔપચારિક માર્ચ પાસ્ટ દરમિયાન સલામી લેશે, જેમાં સશસ્ત્ર દળો, અર્ધ સૈન્ય દળોના એકમોનો સમાવેશ થશે. સહાયક નાગરિક દળો, NCC, અને NSS.
પરેડની શરૂઆત અનોખા સાંસ્કૃતિક પ્રદર્શન સાથે થશે, જ્યાં દેશના વિવિધ ભાગોમાંથી 300 સાંસ્કૃતિક કલાકારો સંગીતનાં સાધનો વગાડશે. આ પછી ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીઓ અને ઇન્ડોનેશિયાની ટુકડીની માર્ચ પાસ્ટ કરવામાં આવશે.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment