સારા અલી ખાન સાથે રિલેશનમાં છે અર્જુન બાજવા? કહ્યું- લોકોને જે લખવું હોય લખે, મને ફરક નથી પડતો
બોલિવૂડની ચુલબુલી એક્ટ્રેસ કહેવાતી સારા અલી ખાનનું નામ ડેટિંગ રુમર્સને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે.
ક્યારેક તેનું નામ કાર્તિક આર્યન સાથે જોડાયું તો ક્યારેક બેસ્ટ ફ્રેન્ડ જહાન હાંડાને ડેટ કરવા માટે સારા લાઈમલાઈટમાં રહી. હવે એવી ચર્ચા થઈ રહી છે કે સારા એક એક્ટરને ડેટ કરી રહી છે, જેની સાથે તે કેદારનાથ મંદિરમાં પણ ગઈ હતી.
સારા અલી ખાન ઘણી વખત કેદારનાથ મંદિરના દર્શન કરવા માટે જાય છે. જોકે, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેને એક બોલિવૂડ એક્ટરની સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ અભિનેતા છે અર્જુન પ્રતાપ બાજવા. અર્જુન અને સારાને સાથે કેદારનાથના દર્શન કરતા જોઈને ચારે તરફ તેમના ડેટિંગની અટકળો લગાવાઈ રહી છે. હવે અર્જુને સારાને ડેટ કરવાની અફવા પર પ્રતિક્રિયા આપી છે.
સારાને ડેટ કરી રહ્યો છે અર્જુન?
અર્જુન બાજવાએ લેટેસ્ટ રુમર્સને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ‘હું પોતાના પ્રોફેશનલ કરિયર પર લેટેસ્ટ ગોસિપને હાવી થવા દેતો નથી. લોકો જે લખવા ઈચ્છે છે, તે લખશે. આ તેમનું કામ છે. તે પોતાનું કામ કરી રહ્યાં છે. હું માત્ર પોતાની ઉપર ધ્યાન આપી રહ્યો છું અને શું કરવાનું છે, તેની પર ધ્યાન આપી રહ્યો છું. આ મને બિલકુલ પણ પરેશાન કરતું નથી.’
કોણ છે અર્જુન બાજવા?
રાજકારણ સાથે સંબંધ ધરાવનાર અર્જુન બાજવા જાણીતા નેતા ફતેહ જંગ સિંહ બાજવાનો પુત્ર છે. રાજકારણ સિવાય અર્જુને મોડલિંગ અને અભિનયમાં પોતાનું કરિયર બનાવ્યું છે. તે ‘બેન્ડ ઓફ મહારાજા’ મૂવીમાં નજર આવી ચૂક્યો છે. આ સિવાય અભિનેતાએ ‘સિંહ ઈઝ બ્લિંગ’ માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તે એમએમએ ફાઈટર પણ છે.
સારા અલી ખાનનું અપકમિંગ ફ્રન્ટ
સારા અલી ખાન અત્યારે એક્શન થ્રિલર સ્કાય ફોર્સમાં નજર આવી રહી છે. ફિલ્મમાં તેણે વીર પહાડિયાની પત્નીનું પાત્ર નિભાવ્યું છે. વીર અને સારા એક્સ કપલ પણ રહી ચૂક્યા છે. સંદીપ કેલવાની અને અભિષેક અનિલ કપૂરની ફિલ્મમાં અક્ષય કુમાર પણ લીડ રોલમાં છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh