Explore

Search

July 9, 2025 2:51 am

LATEST NEWS
Lifestyle

‘લોકો મને આઈટમ ગર્લ સમજતા હતા…’ જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું, નેપોટિઝમ અંગે કરી ટિપ્પણી

Facebook
Twitter
WhatsApp
Email

‘લોકો મને આઈટમ ગર્લ સમજતા હતા…’ જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું, નેપોટિઝમ અંગે કરી ટિપ્પણી

ઉર્મિલા માતોંડકર 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ રહી છે, પોતાના એક્ટિંગ ટેલેન્ટથી તેણે કરોડો દિલ પર રાજ કર્યું છે પરંતુ તેને એક વાતનો અફસોસ હંમેશા રહ્યો છે.

ઉર્મિલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘મને તે સમયે સેક્સ સાયરન અને આઈટમ ગર્લના નામથી ટેગ કરવામાં આવતી હતી. મારા કામમાં કોન?, ભૂત, એક હસીના થી, પિંજર, રંગીલા, મેંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મો સામેલ છે પરંતુ તેમ છતાં મને આઈટમ ગર્લ કે સેક્સ સાયરન તરીકે જ જોવામાં આવી.

રંગીલા પણ એક કોમન યુવતી વિશે છે, જે મોટા સ્વપ્નો જુએ છે. તમે તેની જે સેક્સી ઈમેજ જુઓ છો, તે તેની સ્ક્રીન ઈમેજ કે કોઈ પાત્રની કલ્પના છે.

મને ખુશી છે કે આજે મીડિયામાં મહિલાઓ વિશે ઊંડી સમજ અને અલગ દ્રષ્ટિકોણ છે. નહીંતર ત્યારે મારા કાર્યને અવગણીને ટેગ કરવામાં આવતું હતું.

ઉર્મિલાએ આ સાથે રામ ગોપાલ વર્માની સાથે પોતાના બગડેલા સંબંધની અફવાઓ પર પણ વાત કરી અને કહ્યું કે ‘એવું કંઈ નથી કે અમારો ઝઘડો થયો હોય. મે તેમની ફિલ્મ કંપની અને આગમાં સ્પેશિયલ ગીત પણ કર્યાં છે. 90ના દાયકાની મીડિયા મારા એક્ટિંગ ટેલેન્ટ સિવાય મારી દરેક બાબતને લઈને ઝનૂની હતી. આજે લોકો મુક્તપણે નેપોટિઝમ વિશે વાત કરે છે. તે સમયે પણ મારી આસપાસ એવા એક્ટર્સ હતાં જે ફિલ્મી પરિવારોથી હતા. મારું મિડલ ક્લાસમાં રહીને ઓળખ બનાવવી લોકો પચાવી શક્યા નહોતાં. મે કોઈ સપોર્ટ વિના પોતાના દમ પર આ સ્થાન મેળવ્યું છે. હું ગર્વથી કહીશ કે હું લોકો દ્વારા બનાવાયેલી સ્ટાર છું. મારું કામ હંમેશા પોતાના માટે બોલે છે.’

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment