સુરતના રત્નકલાકારોની અદ્ભૂત કારીગરી : ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવ્યો
સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ તૈયાર કરી છે, જે ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે. આ ડાયમંડ તૈયાર કરવા માટે રત્નકલાકારોને 60 દિવસ સમય લાગ્યો હતો. આ ડાયમંડ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.
ટ્રમ્પની પ્રતિકૃતિ લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો
ડાયમંડ તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે કહ્યું કે, ‘સુરત હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે. આ ડાયમંડ અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે બનાવવામાં આવ્યો છે. તેમની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે.’
નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાઈમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh