Explore

Search

July 8, 2025 5:27 pm

LATEST NEWS
Lifestyle

ટ્રમ્પની શપથવિધિ પહેલાં અમેરિકામાં ગોળીબાર, વોશિંગ્ટનમાં નોકરી શોધતાં ભારતીય યુવકનું મોત

Facebook
Twitter
WhatsApp
Email

ટ્રમ્પની શપથવિધિ પહેલાં અમેરિકામાં ગોળીબાર, વોશિંગ્ટનમાં નોકરી શોધતાં ભારતીય યુવકનું મોત.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાની તૈયારીમાં છે , ત્યારે ગોળીબારની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. વોશિંગ્ટનમાં હૈદરાબાદના એક યુવકનું આ ગોળીબારમાં મોત નીપજ્યું છે.સ્થાનિક પોલીસે હુમલા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. તેમજ હુમલાખોરની ઓળખ કરવાનો પ્રયાસ પણ કરી રહી છે.

મૃતક હૈદરાબાદનો વતની…

માહિતી અનુસાર મૃતક વ્યક્તિની ઓળખ રવિ તેજ તરીકે થઇ છે જે હૈદરાબાદનો રહેવાસી છે. તેનો પરિવાર હૈદરબાદના આર.કે.પુરમમાં રહે છે. રવિ 2022માં માર્ચ મહિનામાં અમેરિકા ગયો હતો અને માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી શોધી રહ્યો હતો. ઘટનાની જાણકારી મળતાં જ તેનો પરિવાર આઘાતમાં સરી ગયો હતો.

તેલંગાણાના બીજા વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો

તેલંગાણાના બીજા વિદ્યાર્થીએ અમેરિકામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ નવેમ્બરમાં તેલંગાણાના ખમ્માન જિલ્લાનો રહેવાસી સાંઈ તેજા નુકરપાની શિકાગોમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.  અમેરિકામાં અવારનવાર ભારતીયો સતત વધી રહેલા ગન કલ્ચર અને રંગભેદનો ભોગ બની રહ્યા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment