Explore

Search

July 9, 2025 2:14 am

LATEST NEWS
Lifestyle

સિગારેટ ઉછાળવાની સદાબહાર સ્ટાઈલ ક્યાંથી શીખ્યા તે અંગે સુપરસ્ટાર રજનીકાંતે ફોડ પાડ્યો

Facebook
Twitter
WhatsApp
Email

સિગારેટ ઉછાળવાની સદાબહાર સ્ટાઈલ ક્યાંથી શીખ્યા તે અંગે સુપરસ્ટાર રજનીકાંતે ફોડ પાડ્યો.

બોલિવૂડમાં કેટલાક એક્ટર્સ પોતાની આગવી સ્ટાઈલના કારણે ફેમસ છે. તો કેટલાક તેમની સિગ્નેચર સ્ટાઇલ માટે. તેમાંથી એક સુપરસ્ટાર રજનીકાંત છે, જેમને દક્ષિણના મેગાસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. 74  વર્ષની ઉંમરે પણ કોઈ તેમની આગવી સ્ટાઈલને કોઈ બરાબરી કરી શક્યું નથી.

રજનીકાંત કોની પાસેથી શીખ્યા આ સ્ટાઈલ 

રજનીકાંતની જે પણ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય છે, કે તરત જ હિટ થઈ જાય છે. કારણ રજનીકાંતની ફેન ફોલોઈંગ છે. ચાહકો પણ તેમની સ્ટાઈલની નકલ કરવાની કોશિશ કરતાં હોય છે. કારણ છે રજનીકાંતની ચશ્મા ઉછાળીને પહેરવાની સ્ટાઈલ. તેમની સિગારેટ ઉછાળવાની સ્ટાઈલ બિલકુલ અલગ છે. પણ શું તમે જાણો છો કે, રજનીકાંતે સિગારેટ પીવાની આ સ્ટાઈલ બોલિવૂડના એક અભિનેતા પાસેથી શીખ્યા હતા? જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે કોની પાસેથી શીખ્યા.

કેટલાક ફેરફારો પછી અપનાવી આ સ્ટાઈલ

થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુમાં રજનીકાંતે કહ્યું હતું કે, તેમણે સ્ક્રીન પર જે સિગ્નેચર ટ્રિક્સ બતાવી હતી. એ તેમની પોતાની નહોતી, પરંતુ અન્ય અભિનેતાથી પ્રેરિત હતા. થલાઈવાએ જણાવ્યું કે, તેણે રજનીકાંતને સિગારેટ હવામાં ફેંકતા જોયા હતા. એ પછી તેમાં કેટલાક ફેરફારો કરીને તેને નવી સ્ટાઈલ બનાવી.

રજનીકાંતે અરીસા સામે કરી પ્રેક્ટિસ

તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલા શત્રુઘ્ન સિંહાએ એક હિન્દી ફિલ્મમાં આવું કર્યુ હતું.’ ત્યાંથી, મેં તે લીધું અને તેને સુધાર્યું. આ એક સ્કિલ છે, પણ તેના કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે સમય. સૌથી મોટી વાત એ છે કે, તમારે તેને ક્યારે ફ્લિક કરવાની જરૂર છે તે ધ્યાનમાં રાખવું જોઈએ.’

મને લાગે છે કે, એ કુદરતી છે, કોઈ સ્ટાઈલ નથી

રજનીકાંતે આગળ કહ્યું, ‘એવું નથી કે સિગારેટ ઉછાળીને પકડી લીધી.’ શૂટિંગ દરમિયાન ડાયલોગ્સ પણ બોલવાના હોય છે. અને તે દરમિયાન ઉછાળવામાં આવેલી સિગારેટ પણ પકડવાની છે. મને લાગે છે કે, એ કુદરતી છે, કોઈ સ્ટાઈલ નથી, પરંતુ ચાહકોને લાગે છે કે, આ મારી સ્ટાઈલ છે.

ટૂંક સમયમાં જેલર 2 સાથે મોટા પડદે પરત ફરી રહ્યા છે રજનીકાંત

રજનીકાંત ટૂંક સમયમાં જેલર 2 સાથે મોટા પડદે પરત ફરી રહ્યા છે. જેલરનો પહેલો ભાગ 10 ઓગસ્ટ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મે ભારતમાં 343.72 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment