Explore

Search

December 9, 2025 10:41 am

LATEST NEWS
Lifestyle

પેપર લીક કરવું પણ ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઇ જાય છે, સીજેઆઈ ખન્નાનું મોટું નિવેદન

Facebook
Twitter
WhatsApp
Email
પેપર લીક કરવું પણ ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઇ જાય છે, સીજેઆઈ ખન્નાનું મોટું નિવેદન
દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાએ ભ્રષ્ટાચારને ‘ત્રણ માથાવાળો રાક્ષસ’ ગણાવ્યો છે. જે લોકોના વિશ્વાસ અને લોકશાહીની વિચારધારાને નષ્ટ કરે છે. ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલની સફળતા નાગરિકોના વિશ્વાસ અને જોડાણ પર આધારિત છે. વધુમાં પેપર લીકને પણ ભ્રષ્ટાચારનો જ હિસ્સો ગણાવતાં કહ્યું છે કે, ‘તે અનેક વિદ્યાર્થીઓની મહત્ત્કાંક્ષાઓ અને સપનાઓને ચકનાચૂર કરી નાખે છે. જે જાહેર શિક્ષણ અને નોકરી મેળવવાની ક્ષમતાના અધિકારો પર ગંભીરરૂપે અસર કરે છે.’
લોકપાલ દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે CJI એ જણાવ્યું કે, ‘બંધારણીય યોજનાઓ માટે લોકપાલ અત્યંત મહત્ત્વનું પાસું છે. જે દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં મદદરૂપ બને છે. પરંતુ એકમાત્ર લોકપાલની સ્થાપનાથી ભ્રષ્ટાચારની સમસ્યાઓ દૂર થઈ નથી. લોકપાલે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને અન્ય એજન્સીઓ સાથે જોડાણ કરી સંપૂર્ણ ક્ષમતાઓ સાથે કામ કરવાની જરૂર પડશે. આ સંયુક્ત જોડાણ જ ભ્રષ્ટાચારને જડમૂળમાંથી કાઢી નાખવામાં સહાય કરશે.’
ભ્રષ્ટાચાર લોકોનો વિશ્વાસ તોડે છે
વધુમાં CJI એ જણાવ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર અને લાંચ કાયદા-નિયમોના અનુપાલનનું પતન કરે છે. જે લોકોનો વિશ્વાસ તોડે છે. પરિણામે રાજકીય અને આર્થિક અસ્થિરતા સર્જાઈ છે. જે સામાજિક વિભાજન સાથે હિંસાને જન્મ આપે છે.’
ભ્રષ્ટાચારનો સૌથી વધુ ભોગ ગરીબો 
જસ્ટિસ ખન્નાએ નોંધ્યું હતું કે, ‘ગરીબો પોતાની આવકનો સૌથી વધુ હિસ્સો લાંચ આપવામાં ખર્ચ કરે છે. સરકારી સેવાઓ પર નિર્ભર ગરીબો અને ખાસ કરીને મહિલાઓ ભ્રષ્ટાચારનો સૌથી વધુ ભોગ બને છે. વંચિત જાતિઓ પણ તેનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ ઉચ્ચ વર્ગના લોકો પૈસાના જોરે સરકારી સેવાઓનો લાભ સરળતાથી મેળવી રહ્યા છે. આંકડાઓ અનુસાર, હાઈ પ્રોફાઈલ ભ્રષ્ટાચારના કારણે દેશને દરવર્ષે રૂ. 36 હજાર કરોડનું નુકસાન થયુ હતું. 2005માં સરકારી સેવાઓ માટે દર રોજે રૂ. 21000 કરોડની લાંચ આપવામાં આવતી હતી.’
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment