૧૦૦ રૂપિયાની રકઝકમાં પેટ્રોલ બોમ્બથી હુમલો, સીસીટીવી : રાજકોટની નકળંગ ટી સ્ટોલ પર રાત્રે ખોફનાક કૃત્ય ; દિવસે બાજુની જ ઠાકરધણી ટી સ્ટોલ પર મારામારી થઈ હતી
રાજકોટ શહેરમાં પોલીસને માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી લુખ્ખાઓ બેફામ બન્યા છે. મકરસંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર રૂ. 100ના મુદ્દે ચાર શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીંકી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા. કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલા શખસો
અસામાજિક તત્વોનો પોલીસને પડકાર, ટી-સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા, જુઓ વાયરલ વીડિયો….
.
.#Rajkot #Police #ViralVideos pic.twitter.com/EckvXKFBTg— Dhaval Godhaniya (@Dhaval___007) January 16, 2025
રાજકોટ શહેરમાં પોલીસને માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી લુખ્ખાઓ બેફામ બન્યા છે. મકરસંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર રૂ. 100ના મુદ્દે ચાર શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીંકી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા. કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા છે. ઘટનાને પગલે હાજર લોકોમાં નાચભાગ મચી જવા પામી હતી. ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિના દિવસે આ જ જગ્યા ઉપર નકળંગ ચાની નજીકમાં આવેલ ઠાકરધણી ચાના સ્ટોલ પર બપોરના સમયે 15 જેટલા લોકો સામસામે આવી જાહેરમાં મારામારી કરી હતી. જે સમગ્ર ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. એટલે કે, એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોનો આતંક વધી રહ્યો છે.
ફાકી (માવો) ખરીદ્યા બાદ પૈસાને લઈ માથાકૂટ કરી
150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતા જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા (ઉં.વ.40) મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા. ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી.
સીસીટીવી ચેક કરવાને લઈ મામલો ઉગ્ર બન્યો
સાહિલે રૂ.50 આપ્યાનું કહ્યું હતું, જ્યારે જયદીપે રૂ. 100ની નોટ આપ્યાનું રટણ રહ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સાંભળી નકળંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈએ રૂ.100ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો હતો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી હતી.
લોકોનો આક્રોશ જોઈ બન્ને સ્થેળથી જતા રહ્યા
જીલાભાઈએ ભીડ હોવાથી ફૂટેજ જોવાનો સમય નથી તેમ કહેતા જયદીપે ફૂટેજ જોવાની વાતને લઇ મામલો વધુ ઉગ્ર બનાવ્યો હતો. ત્યારબાદ જયદીપે થોડે દૂર જઈ ફોન કરતા અન્ય એક શખ્સ ધસી આવ્યો હતો અને બંનેએ ડખો વધુ ઉગ્ર બનાવ્યો હતો. જયદીપ અને તેનો સાથીદાર બંને નશાની હાલતમાં હતા અને તેઓ ધમાલ કરવા લાગતા લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. લોકો ધોલાઈ કરશે તેવો ભય લાગતાં બંને નાસી ગયા હતા. લોકોનો આક્રોશ જોતાં જયદીપ પોતાનું સ્કૂટર પણ લઇ શક્યો નહોતો.
રોડ પર બોમ્બ સળગાવી ઘા કર્યાં : રાત્રિના 1.14 મિનિટે હોટેલ પર બે બોટલના ઘા થયા
થોડીવાર બાદ એક ઇસમ આવ્યો હતો અને જીલાભાઈ સાથે સમાધાનની વાત કરી હતી. જીલાભાઈએ પણ પોતાને કોઈ વાંધો નથી. ભવિષ્યમાં જયદીપ નશો કરીને દુકાને ન આવે તેવું કહી દેજો તેમ કહી તે ઈસમને રવાના કર્યો હતો. તે ઇસમ ગયાના અડધો કલાક બાદ રાત્રિના 1.14 મિનિટે હોટેલ પર બે બોટલના ઘા થયા હતા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ બોમ્બના બે ઘા ઝીંકાતા હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
હુમલાખારોએ 4 પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું કાવતરું રચ્યું હતું
જે દિશામાંથી પેટ્રોલ બોમ્બના થયા હતા તે દિશામાં જીલાભાઈ અને તેના મિત્રોએ દોટ મૂકી તો ચાર બુકાનીધારીઓ ભાગતા દેખાયા હતા. ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જ્યાંથી ઘ કરાયા હતા તે સ્થળેથી વધુ બે પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. હુમલાખારોએ ચાર પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું કાવતરું રચ્યું હતું. રૂ.100ના મુદ્દે શહેરમાં પેટ્રોલ બોમ્બ ઝીંકાતા પાલીસની ધાક ઓસરી રહ્યાનું વધુ એક વખત સાબિત થયું હતું.
પેટ્રોલ બોમ્બ ફાટતાં લોકોમાં નાચભાગ મચી : આ રીતે પેટ્રોલ બોમ્બ બનાવી અપાયો અંજામ
પોલીસે સ્થળ પરથી બે પેટ્રોલ બોમ્બ કબજે કર્યા હતા અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર શખ્સ બોમ્બ બનાવતા અને ફેંકતા દેખાયા હતા. સોડાની બોટલમાં પોણી બોટલ પેટ્રોલથી ભરેલી હતી, તેમાં રૂની વાટ જેવું લગાવવામાં આવ્યું હતું, વાટને સળગાવ્યા બાદ બે શખ્સ દોડ્યા હતા અને હોટલ પર સળગતી બોટલ ફેંકી હતી. પેટ્રોલ ભરેલી બોટલ હોટલના પાર્કિંગમાં નીચે પડતાં જ બોટલ ફૂટી હતી. પેટ્રોલ ઢોળાતા ધડાકા સાથે આગ ભભૂકી હતી.
24 કલાક વીતી છતાં પોલીસને આરોપી હાથ ન આવ્યા
રૂ.100ના મુદ્દે પેટ્રોલ બોમ્બ બનાવી તેના ઘા ઝીંકવાની ઘટના શહેર માટે લાલબત્તી સમાન છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં શહેર પોલીસ જયદીપ રામાવત સુધી પહોંચી શકી નહોતી. જયદીપ હોટેલ નજીક આવેલા આવાસ ક્વાર્ટર્સમાં રહે છે. પોલીસ તેના ઘરે ગઇ હતી, પરંતુ તે હાથ આવ્યો નહોતો. ઘટનાને 24 કલાક વીતી ગયા છે છતાં જયદીપ કે તેના મળતિયાની ભાળ પોલીસને મળી નથી.
ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર : ટ્રાફિક દંડ માટે બાજ નજર રાખતા પોલીસના કેમેરા પેટ્રોલ બોમ્બથી હુમલા સમયે આંધળા
શહેરમાં દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકોને ઇ-મેમો ફટકારીને પોલીસ અધિકારીઓ કંઇક વિશેષ કામગીરી કરી રહ્યા હોય તેવા દાવા કરી રહ્યા છે. આઇવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તો શહેરીજનો પાસેથી નાણાં લૂંટવા માટે જ ખડકાયા હોય તેવું લાગી રહ્યું છે. સિગ્નલે સ્ટોપ લાઇને વાહનનું વ્હીલ અડી જાય તો પણ ઇ-મેમો જનરેટ કરી પૈસા વસૂલી લેવામાં આવે છે. આવી સતર્કતા દાખવનાર સીસીટીવીના ઓપરેટરોને શહેરમાં ગંભીર ગુના આચરવામાં આવે છે ત્યારે કેમ કંઇ દેખાતું નથી? પેટ્રોલ બોમ્બના ઘા ઝીંકાયા ત્યારે સરકારી કેમેરા આંધળા થઇ ગયા હતા? બોમ્બના ઘા ઝીંકી ભાગેલા આરોપીઓ કેમેરામાં કેમ કેદ ન થયા તેવા અનેક સવાલો પોલીસ સામે ઊઠી રહ્યા છે. આ પણ જુઓ…. રાજકોટમાં 15 લોકોનાં ટોળાં વચ્ચે છરી, ધોકા અને પાઇપથી મારામારી, સુરતમાં યુવક જાહેરમાં તલવાર કાઢી મારવા દોડ્યો

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh