Explore

Search

July 9, 2025 2:52 am

LATEST NEWS
Lifestyle

પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ! ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટોના ભાવ ખૂબ જ ઓછા!

Facebook
Twitter
WhatsApp
Email

પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ! ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટોના ભાવ ખૂબ જ ઓછા!

પાકિસ્તનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટિકિટના લઘુત્તમ ભાવ 1000 પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. જે ભારતીય ચલણમાં 310 રૂપિયાની આસપાસ થાય છે. PCBના આંતરિક દસ્તાવેજમાં આ માહિતી જણાવવામાં આવી છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે કંગાળ થઇ ગયું છે, ત્યારે ટિકિટોના ઓછા ભાવ પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. દુબઈમાં યોજાનારી ભારતની મેચોના ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી. જો ભારતીય ટીમ સેમિ ફાઇનલ અને ફાઇનલ રમે છે તો મેચ પણ દુબઈમાં યોજાશે.

PCBએ જાહેર કર્યા મેચની ટિકિટોની ભાવ

દસ્તાવેજ મુજબ PCB એ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચો માટે ટિકિટના લઘુત્તમ ભાવ 1,000 પાકિસ્તાની રૂપિયા રાખયા છે. જયારે રાવલપિંડીમાં યોજાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચની ટિકિટની ભાવ 2000 પાકિસ્તાની રૂપિયા (620 ભારતીય રૂપિયા) અને સેમિ ફાઇનલની ટિકિટની ભાવ 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) રખાયા છે.

PCB એ બધી મેચો માટે VVIP ટિકિટના ભાવ 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા) રાખી છે, પરંતુ સેમિ ફાઇનલ મેચ માટે તે ટિકિટના ભાવ 25000 પાકિસ્તાની રૂપિયા (7764 ભારતીય રૂપિયા) હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરી માટેના ટિકિટના ભાવ 3500 પાકિસ્તાની રૂપિયા હશે ( 1086 ભારતીય રૂપિયા) તેની સાથે લાહોરમાં તેનો ભાવ 5000 પાકિસ્તાની રૂપિયા (1550 ભારતીય રૂપિયા) રાખવામાં આવ્યો છે.

8 ટીમો ભાગ લઇ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રૂપ A માં છે. જ્યારે ગ્રૂપ B માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની મેચો

20 ફેબ્રુઆરી – ભારત vs બાંગ્લાદેશ

23 ફેબ્રુઆરી – ભારત vs પાકિસ્તાન

2 માર્ચ – ભારત vs ન્યુઝીલેન્ડ

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment