Explore

Search

December 9, 2025 10:20 am

LATEST NEWS
Lifestyle

યુ.એફ.ઓ. ફ્લોરિડા ફ્લાઇટ ક્રુએ બાહમાઝ પર ૪૫,૦૦૦ ફીટે ઝડપથી જતો તેજસ્વી પદાર્થ જોયો

Facebook
Twitter
WhatsApp
Email
યુ.એફ.ઓ. ફ્લોરિડા ફ્લાઇટ ક્રુએ બાહમાઝ પર ૪૫,૦૦૦ ફીટે ઝડપથી જતો તેજસ્વી પદાર્થ જોયો
શું યુ.એફ.ઓ. આપણને ભાવિ આપત્તિથી ચેતવવા આવે છે ?
બે પાયલોટ્સ એક ફ્લાઇટ એટેન્ડન્ટ, અંધારી રાત્રીએ તીવ્ર ગતિએ પસાર થતો તેજસ્વી પદાર્થ જોઈ સ્તબ્ધ થઇ ગયા
માયામી: ફ્લોરિડાનાં માયામીથી નજીકના બાહમાઝ દ્વિર સમુદ્ર તરફ જઇ રહેલાં એક ખાનગી સરજેટમાં રહેલા બે પાયલોટ્સ અને એક એટેન્ડન્ટે ૪૫૦૦૦ ફીટ ઉપર એક તેજસ્વી પદાર્થ તે વિમાનની ઉપર જ ઉડતો જોયો હતો. પછી બાજુમાંથી ઝડપથી પસાર થતો જોયો.
વાસ્તવમાં આ ઘનટા તો ૨૩ ડીસેમ્બરે બની હતી પરંતુ હજી સુધી દબાવી રાખવામાં આવી હતી. તે દિવસે પ્રવાસીઓ વિનાનું આ ખાનગી પ્લેન ફોર્ટ લાઉન્ડરડેલથી માયામી પરત આવી રહ્યું હતું. આટલું જ નહીં પરંતુ માયામીના ટ્રાફિક કન્ટ્રોલે પણ તેઓને સૂચના આપી હતી.
આ અંગે ફ્લાઇટ એટેન્ડન્ટ કાસેન્ડ્રા માર્ટિને જણાવ્યું હતું કે તેણે પહેલાં ચમકતો સફેદ ગોળો આકાશમાં જોયો તે પછી તે આછા લીલા રંગમાં ફેરવાઈ ગયો.
કાસેન્ડ્રાએ પોતાનો અનુભવ એન.બી.સી. ન્યૂઝને કહેતાં જણાવ્યું હતું કે આ રહસ્યમય ઉડતો પદાર્થ ૪૫ મિનિટ સુધી તો પ્લેનની સાથે રહ્યો હતો, પછી એકાએક ગૂમ થઇ ગયો. તેણે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં તો તે સફેદ ગોળા જેવો લાગ્યો.
પછી ઝડપથી લીલો થઇ ગયો. તેની ફરતે વિદ્યુત જેવી કોઈ ઊર્જા હોય તેવું લાગતું હતું. ત્યાં માયામીના ટ્રાફિક કંટ્રોલ તફથી એકોક સંદેશો આવ્યો કે કોઈ અજ્ઞાાત પદાર્થ (અમે) જોયો છે, તમોને દેખાય છે ? જો દેખાયો હોય તો તુર્ત જ જણાવ્યો, તે શું છે તે કહો.
આ પછી મિસ માર્ટિને કહ્યું મેં ડાબી બાજુએ જોયું, અને પાયલોટસને પૂછ્યું તો તેમણે કહ્યું અમે તેવા ત્રણ રહસ્યમય પદાર્થો આકાશમાં જોયા છે. જો કે મેં તો તેવો એક જ પદાર્થ જોયો હતો. મેં મારો ફોન બારી સાથે લગાડી દીધો અને તેમાં તે પદાર્થની છબી ઝીલવા લાગી. મેં તેનો વિડીયો લઇ લીધો છે તેમ તેણે એન.બી.સી. ન્યૂઝને જણાવ્યું હતું.
મિસ માર્ટીને વધુમાં કહ્યું કે તે પદાર્થ શો હતો તે હું સમજી શકી ન હતી. તે વિચિત્ર હતું સાથે ભયાવહ પણ હતું. તેમ એન.બી.સી.એ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે ફરી કહ્યું : હા ! તે વિચિત્ર તો હતું જ સાથે ભયાવહ પણ હતું. અમે તો આંચકો ખાઈ ગયાં હતાં.
તે એવી ઘટના હતી કે જે તમે સમજાવી પણ ન શકો. વળી તે શું હતું તે જાણવા પૂરતી હું ભણેલી પણ નથી. પરંતુ આંચકો તો ત્યારે લાગ્યો કે જ્યારે તેણે રંગ બદલ્યો અને સર્પાકાર ગતિએ તે ઝડપભેર ચાલ્યું ગયું. તેથી ઘા વાગે તેમ હતો.
આવી ઘટનાઓ અંગે કેટલાક વિદ્વાનોનો તેવો મત રહ્યો છે કે આવાં યુ.એફ.ઓ. દુનિયાને ભાવિ આપત્તિઓ પૂર્વે ચેતવવા આપે છે. તે સ્પષ્ટ અને નિર્વિવાદ છે.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment