Explore

Search

July 8, 2025 4:49 pm

LATEST NEWS
Lifestyle

એરપોર્ટ પર ક્રિકેટર અભિષેક શર્મા સાથે દુર્વ્યવહાર, ફ્લાઇટ પણ છૂટી ગઈ, જુઓ શું કહ્યું

Facebook
Twitter
WhatsApp
Email

એરપોર્ટ પર ક્રિકેટર અભિષેક શર્મા સાથે દુર્વ્યવહાર, ફ્લાઇટ પણ છૂટી ગઈ, જુઓ શું કહ્યું

ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા સાથે એરલાઇન્સના સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે પોતાની ફ્લાઇટ ચૂકી ગયો હતો. અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ અંગે માહિતી શેર કરી હતી. અભિષેકને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. અભિષેક રજાઓ માણવા જઈ રહ્યો હતો પરંતુ દિલ્હી એરપોર્ટ પર તે ફ્લાઇટ ચૂકી ગયો હતો. અભિષેકે આ માટે એરલાઇન્સના સ્ટાફને જવાબદાર ઠેરવ્યો છે.

શું કહ્યું અભિષેકે?

અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી એરલાઇન્સની ટીકા કરતા લખ્યું હતું કે, ‘દિલ્હી એરપોર્ટ પર એરલાઇન્સ સાથે મને સૌથી ખરાબ અનુભવ થયો હતો. સ્ટાફનું વર્તન પણ ખૂબ જ નિરાશાજનક હતું, ખાસ કરીને કાઉન્ટર મેનેજરનું વર્તન ઘણું ખરાબ હતું. હું સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો અને પછી હું સાચા કાઉન્ટર પર ગયો પરંતુ ત્યારે તેમણે મને કોઈ કારણ વગર બીજા કાઉન્ટર પર મોકલી દીધો હતો. બીજા કાઉન્ટર પર મને કહેવામાં આવ્યું કે, અહીં હવે ચેક-ઇન બંધ થઇ ગયું છે અને તેથી જ હું મારી ફ્લાઇટ પકડી શક્યો નહીં. મારી પાસે માત્ર એક જ રજા હતી જે હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. તેનાથી પણ ખરાબ વાત તો એ છે કે તેમણે મને કોઈ મદદ પણ કરી ન હતી. આજ સુધીની કોઈપણ એરલાઇન્સ સાથેનો આ મારો સૌથી ખરાબ અનુભવ છે. સ્ટાફ મેનેજમેન્ટ સાથેનો પણ સૌથી ખરાબ અનુભવ.’

એરપોર્ટ પર ક્રિકેટર અભિષેક શર્મા સાથે દુર્વ્યવહાર, ફ્લાઇટ પણ છૂટી ગઈ, જુઓ શું કહ્યું

આગમી ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝમાં જોવા મળશે અભિષેક 

અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમી રહ્યો હતો. તેની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે હારી ગઈ હતી. જેના કારણે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. અભિષેક કદાચ રજાઓ ગાળવા માટે તેના ઘરે જઈ રહ્યો હતો. આ પછી તેને કોલકાતામાં ભારતીય ટીમમાં જોડાવવાનું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ 22 જાન્યુઆરીથી રમાશે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment