આ તારીખથી શરુ થશે આઈપીએલ , બીસીસીઆઈ એ કર્યું મોટું એલાન
2025ની આઈપીએલ ક્યારથી શરુ થશે? BCCIએ સત્તાવાર રીતે તેનું એલાન કરી દીધું છે.
#WATCH | Mumbai: BCCI Vice President Rajeev Shukla announces, “Devajit Saikia has been elected as the new BCCI secretary, and Prabhtej Singh Bhatia as the BCCI treasurer. The IPL is set to begin on March 23…”#IPL2025 #IPL #Mumbai #Maharashtra pic.twitter.com/v0Rjar1MPU
— Organiser Weekly (@eOrganiser) January 12, 2025
રવિવારે બીસીસીઆઈની સામાન્ય બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ તારીખનું એલાન કર્યું હતું.
પંત આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી : આ તારીખથી શરુ થશે આઈપીએલ , બીસીસીઆઈ એ કર્યું મોટું એલાન
ઉલ્લેખનીય છે કે આ વખતની આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી ઋષભ પંત છે, લખનઉ સુપર જાયન્ટ્સે પંતને 27 કરોડમાં ખરીદ્યો હતો. ત્યાર બાદ શ્રેયસ અય્યર બીજા નંબરનો મોંઘો ખેલાડી છે જેને પંજાબ કિંગ્સે 26.75 કરોડમાં ખરીદ્યો છે. ત્રીજો મોંઘો ખેલાડી વેંકટેશ અય્યર છે જેને કેકેઆરે 23.75 કરોડમાં ખરીદ્યો હતો.
24 નવેમ્બરે થઈ હતી ખેલાડીઓની હરાજી
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટેનું 2 દિવસીય મેગા ઓક્શન ઇવેન્ટ 24 નવેમ્બરે શરુ થયું હતું તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયા ખર્ચ કરીને કુલ 72 પ્લેયર્સ ખરીદ્યા હતા.
દેવજીત સૈકિયા બન્યાં BCCI સચિવ : આ તારીખથી શરુ થશે આઈપીએલ , બીસીસીઆઈ એ કર્યું મોટું એલાન
BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગમાં દેવજીત સૈકિયા સેક્રેટરી તરીકે અને પ્રભતેજ સિંહ ભાટિયા ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ સૈકિયા વચગાળાના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. નોંધનિય છે કે, સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વિશેષ સામાન્ય સભા (SGM)માં દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયાને અનુક્રમે BCCI સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે સત્તાવાર રીતે ચૂંટવામાં આવ્યા હતા.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh