Explore

Search

December 9, 2025 10:04 am

LATEST NEWS
Lifestyle

અભિનેતા ટીકૂ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Facebook
Twitter
WhatsApp
Email

અભિનેતા ટીકૂ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

ટીવી અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એકટર ટીકુ તલસાનિયાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ અભિનેતાની તબિયત સારી ન હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, પરંતુ તબીબો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધી રહ્યા છે.

પરિવાર તરફથી કોઇ માહિતી નથી મળી

ટીકુ તલસાનિયા વિશેના આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક છે. ટીકુ 70 વર્ષનો છે. તે ઈન્ડસ્ટ્રીના સિનિયર એકટર છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અભિનેતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આજતકે આ અંગે ટીકુ તલસાનિયાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી પરિવાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment