‘દીકરીના હાથમાં વર્લ્ડ કપ જોવાનું સ્વપ્ન છે’ , ઓલરાઉન્ડર સાયલી સતઘરેનું ભારતીય ટીમમાં ડેબ્યુ
માતાએ કહ્યું- વર્ષોથી રાહ જોતા હતા, તે આજે પુરું થયું
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની આજે પહેલી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
જેમાં ટૉસ જીતી આયર્લેન્ડ ટીમે પહેલી બેટિંગ કરવા નિર્ણય કર્યો છે.
બીજી તરફ આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે મુંબઈની રહેવાસી 24 વર્ષીય સાયલી સતઘરેએ ડેબ્યુ કર્યું છે.
આજે તેમના પરિવારજનો ઈન્ડિયન ટીમમાં સ્થાન મળતા દીકરીનો પ્રથમ મેચ જોવા ખાસ આવ્યા છે અને તેમણે દિવ્યભાસ્કર સાથ વાત કરતા હવે દીકરી પોતાના સ્વપ્નથી એક સ્ટેપ દૂર હોવાનું અને હવે તેમના હાથમાં વર્લ્ડકપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
રાજકોટમાં પહેલીવાર મહિલા ક્રિકેટ જોવા માટે રાજકોટની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત 5000 થી વધુ ક્રિકેટ રસિકો આવી પહોંચ્યા હતા.
ખાસ મહિલા ટીમને ચીયરઅપ કરતા યુવતીઓએ ગો ગો વુમન ઈન બ્લ્યુ વી આર પ્રાઉડ ઑફ યુ ના નારા લગાવ્યા હતા.
સતત ત્રણ દિવસ બન્ને ટીમના ખેલાડીઓએ કડકડતી ઠંડીમાં મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવામાં આવ્યા બાદ આજે 11 વાગ્યે મેચ શરૂ થતા પહેલા પણ ખેલાડીઓએ વોર્મઅપ કર્યું હતું.
વોર્મઅપ સેશન પૂર્ણ થયા બાદ આજે ટીમ ઈન્ડિયામાં નવી એક ખેલાડી કે જે મૂળ મુંબઈની વતની અને ઓલરાઉન્ડર ખેલાડી સાયલી સતઘરેનું ડેબ્યુ કર્યું હતું.
કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેને ઈન્ડિયન ટીમની કેપ આપી હતી.
આ મોમેન્ટ જોઈને સાયલીના માતા પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh