બ્રાઝિલ વિમાન દુર્ઘટનામાં ૬૦ થી વધુના મોત, જેમની ફ્લાઇટ છૂટી ગઈ હતી તેમણે શું કહ્યું
બ્રાઝિલના પાટનગર સાઓ પાઉલોમાં એક વિમાન દુર્ઘટનામાં 61 લોકોનાં મોત થયાં છે. વિમાનમાં 57 પ્રવાસીઓ અને ચાર ક્રૂ સભ્યો હતા. આ બધાનાં મોત થયાં છે.
વિમાનનું સંચાલન કરનારી કંપની વોપાસ ઍરલાઇને આપેલી જાણકારી પ્રમાણે બે ઍન્જીનવાળું ટર્બોપ્રૉપ વિમાન બ્રાઝિલના દક્ષિણે આવેલા પરાનાના કાસ્કાવેલ શહેરથી સાઓ પાઉલો શહેરના ગુઆરુલહોસ ઍરપોર્ટ જઈ રહ્યું હતું. જોકે, વિમાન વિન્હેડો શહેર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું.
🔴 A plane landing in Brazil veered off the runway and exploded within the city.#BREAKING pic.twitter.com/e0LtfQilU7
— Skyline News (@_SkylineNews) January 9, 2025
સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલા વીડિયો ફૂટેજમાં દેખાય છે કે એટીઆર 72-500 ગોળ ફરતું આકાશમાંથી નીચે પડી જાય છે.
સ્થાનિક લોકોએ વિમાનમાં સવાર બધા જ લોકોનાં મોતની પુષ્ટિ કરી .
કાસ્કાવેલસ્થિત યૂઓપેક્કન કૅન્સર હૉસ્પિટલે જણાવ્યું કે મૃત્યુ પામનાર લોકોમાં હૉસ્પિટલના બે ટ્રેની ડૉક્ટર પણ સામેલ.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા ડી સિલ્વાએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત .
સાઓ પાઉલો રાજ્યના ગવર્નર તારિસિસો ગોમ્સ ડી ફ્રિતાસે ત્રણ દિવસીય શોકની જાહેરાત .
દુર્ઘટનાસ્થળ પર એકઠા થયેલા બચાવકર્મીઓ

ફ્રેન્ચ-ઇટાલિયન વિમાન કંપની એટીઆરે કહ્યું કે તેઓ વિમાન દુર્ઘટનાની તપાસમાં બધી જ મદદ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે વિમાન જ્યાં પડ્યું ત્યાં માત્ર એક જ મકાનને નુકસાન થયું છે. જમીન પર કોઈને ઈજા થઈ નથી.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh