પાયલ ગોટી પર અત્યાચાર મુદ્દે આવતીકાલે અમરેલી બંધ
‘નારી સ્વાભિમાન આંદોલન’ હજુ 24 કલાક ચાલશે
પરેશ ધાનાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરતાં રાજકીય ગરમાવો
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપીસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કોશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે ’નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા હતા. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણાં પૂરાં થતાં હતાં. જોકે, તેમણે વધુ 24 કલાક ધરણાં જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આવતીકાલે (11 જાન્યુઆરી) અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી. સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કોટેસ્ટની માગ કરી હતી.
પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતાં વધુ 24 કલાક ધરણાં રહેશે. લેટરકાંડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવામાં નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે. કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીએ માગ કરી હતી. અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઈશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો તેવો સવાલ કર્યો હતો. સાથે જ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાયબ દંડક કૌશિક વેકરિયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે તપાસ કરાવો તેવી માગ કરી હતી. આવતીકાલે શનિવારે સવારે 10 વાગે ધરણાં પૂર્ણ થશે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે. ધરણાંને આગળ વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહિ મળે તો પણ પરેશ ધાનાણી ધરણાં કરશે.
લડાઈનાં 8 મુદ્દા: વેપારીઓને બંધ રાખવા અપીલ
મહાનૂભાવોનાં કોલ રેકોર્ડ ચકાસવા માંગ

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh