Explore

Search

July 9, 2025 3:13 am

LATEST NEWS
Lifestyle

અમદાવાદની ઝેબર સ્કૂલમાં ૮ વર્ષની વિદ્યાર્થિનીનું મોત, જુઓ સીસીટીવી

Facebook
Twitter
WhatsApp
Email

અમદાવાદની ઝેબર સ્કૂલમાં ૮ વર્ષની વિદ્યાર્થિનીનું મોત, જુઓ સીસીટીવી

ધો-૩ માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને પછી ઢળી પડી, કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ

https://twitter.com/DeeEternalOpt/status/1877642788604375327

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેણી લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી.

ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી.

જો કે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી.

સીડી ચઢીને આવેલી બાળકી.

એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતા સ્ટાફની ગાડીમાં ઝાયડસ લઈ ગયા: પ્રિન્સિપાલ
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું કે, ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ લોબીની ચેર બેસેલી વિદ્યાર્થિની.

દાદા-દાદી સાથે રહેતી હતી બાળકી, માતા-પિતા મુંબઈમાં

કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા અત્યારે મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી નહોતી. તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડયો હતો.

ચેર પર ઢળી પડેલી બાળકી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની તપાસ થશે: સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજર
​​​​​​​​​​​​​​આ મામલે સેક્ટર-1 જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે બાળકીના મોત મામલે જાણ થતા પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી.પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment