Explore

Search

December 9, 2025 10:27 am

LATEST NEWS
Lifestyle

જુઓ , ૧.૫ લાખ કિ.મી. બાઈક ચલાવી મહાકુંભ પહોંચ્યા ‘બવંડર બાબા’, જાણો કેવી રીતે લીધો સંન્યાસ?

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , ૧.૫ લાખ કિ.મી. બાઈક ચલાવી મહાકુંભ પહોંચ્યા ‘બવંડર બાબા’, જાણો કેવી રીતે લીધો સંન્યાસ?

પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025માં સંતો-મહંતો આવ્યા છે.

ત્યારે એક સંત કેસરિયા રંગના બાઈક પર ઝંડા અને જનજાગૃતતાનો સંદેશ ફેલાવતા મહાકુંભ ખાતે પહોંચ્યા છે. આ સંતને બવંડર બાબાના નામથી ઓળખવામાં આવે છે. બવંડર બાબા બાઈક પર અંદાજે 1.15 કિલોમીટરનો પ્રવાસ કરીને 25 રાજ્યોમાં જનજાગૃતિ આપીને મહાકુંભ પહોંચ્યા.

1.5 લાખ કિ.મી. બાઈક પર મહાકુંભ પહોંચેલા બાબાએ શું કહ્યું?

પ્રયાગરાજ મહાકુંભ ખાતે 1.5 લાખ કિ.મી. બાઈક ચલાવીને પહોંચેલા બવંડર બાબાનું કહેવું છે કે, ‘મારું નામ અને પ્રચારનો વિષય બવંડર મચાવાનારો છે.’ આ બાબા હિંદુ આસ્થાના પ્રતિક દેવી-દેવતાઓના ચિત્રને કચરામાં ન નાખવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છે. એમનું કહેવું છે કે, ધર્મમાં ઉપાસકોની મૂર્તિઓનું વિસર્જન કરવાની પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મુળ મધ્યપ્રદેશના વિનોદ સનાતનીએ 14 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. ત્યારથી તેઓ જનકલ્યાણના સંદેશ આપી રહ્યા છે. ભ્રમણ દરમિયાન વિનોદ સનાતનીને જોવા મળ્યું હતું કે, હિંદુ દેવી-દેવતાના ચિત્ર અને પ્રતિમાની પૂજા કર્યા બાદ લોકો કચરામાં ફેંકી દે છે. આ ઉપરાંત, કેલેન્ડરમાં દર્શાવાતા ભગવાનના ચિત્રોને ગંદકીવાળી જગ્યાએ નાખી દેવાય છે. આ બધા ઘટના બાદ વિનોદ સનાતનીએ દેશભરમાં ભ્રમણ કરીને લોકોને જાગૃત કરવાનું કાર્ય ઉપાડ્યું. જેમાં તેમને ઉજ્જૈનથી જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી.

દેશના 25 રાજ્યોમાં બાઈકથી યાત્રા કરી

હિંદુ ધાર્મિક ગ્રંથોમાં દેવતાઓની મૂર્તિઓ, ચિત્રો અને ધાર્મિક વિધિઓમાં ત્રણ પ્રકારના વિસર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. બવંડર બાબાએ અત્યાર સુધીમાં 12 જ્યોતિર્લિંગ, 29 શક્તિપીઠો સહિત દેશના 25 રાજ્યોમાં બાઈકથી યાત્રા કરી છે. બાઈક યાત્રા પર નીકળેલા બાબા તેમના રહેવા, ભોજન, આરામ અને પૂજા કરવાની વસ્તુઓ સાથે રાખતા હતા અને જ્યાં જ્યાં જતા ત્યાં લોકોને જાગૃતિ કરતા હતા.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment