Explore

Search

July 9, 2025 1:38 am

LATEST NEWS
Lifestyle

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો’

Facebook
Twitter
WhatsApp
Email

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો’

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો'

2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એક વાર અમરેલીની પાટીદાર યુવતિને અન્યાયના મુદ્દે સુરત ફરી એક વાર એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. થોડા દિવસથી અમરેલીની પાટીદાર યુવતીની ધરપકડ અને અન્યાય બાદ આવેદનપત્ર અને દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પાલિકાના વિપક્ષ દ્વારા સુરતના પાટીદાર બહુમતિવાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી.

આ ઉપરાંત ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે જનસભા સંબોધતા સમયે જ સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઈટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને આશ્વર્યજનક કાર્યક્રમ આપ્યો હતો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતના અમરેલીમાં લેટર કાંડ બાદ પાટીદાર યુવતી સામે થયેલી પોલીસની કામગીરી બાદ સુરત સહિત ગુજરાતમાં પડધા પડી રહ્યાં છે તેમાં પણ યુવતીએ ધારાસભ્યને લખેલા પત્ર બાદ ગુજરાતભરતમાંથી પાટીદાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત સપ્તાહમાં સુરતમાં આવેદનપત્ર આપવા સાથે વરાછા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આજે  સુરતના વરાછા વિસ્તારમાં આપ દ્વારા એક સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં અનેક ઘટના બની છે તેમાં તેઓ લોકોને ન્યાય અપાવી શક્યા નથી તેથી લોકોની માફી માંગીને  લોકોનો આત્મા જગાડવા માટેસ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું જણાવ્યું હતું. ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment