ચીનના એચએમપીવી વાઈરસ : ‘એચએમપીવી વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલાથી જ ફેલાયેલો…’ આઈસીએમઆર નો મોટો દાવો
HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલાથી જ ફેલાયેલો…’ ICMRનો મોટો દાવો
દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) નામના વાઈરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. હવે આ વાઈરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. ત્યારે હવે HMPVના વધી રહેલા જોખમ વચ્ચે ટોચની તબીબી સંસ્થા – ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આજે મોટો દાવો કરતા કહ્યું કે, ‘HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે.’ જો કે, તેણે એ પણ જણાવ્યું કે, ભારત શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે તૈયાર છે.
HMPV વાઈરસના ભારતમાં ત્રણ કેસ નોંધાયા
ICMRનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ વાઈરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. કર્ણાટકના બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ અને ત્રણ મહિનાના બાળકોમાં આ વાઈરસના લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ અમદાવાદમાં પણ આજે ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાના બાળકનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગે અન્ય ક્ષેત્રો અથવા દેશોમાંથી સંક્રમણની શક્યતાઓને નકારી દેતા કહ્યું કે, સંક્રમિત બાળકો અને તેમના પરિવારોની તાજેતરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે અહીં જણાવ્યું હતું કે, ICMR દ્વારા નિયમિત પરીક્ષણમાં કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ મળી આવ્યા છે. દેશભરમાં શ્વસન સબંધિત બીમારી પર દેખરેખ રાખવા માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોના ભાગ રૂપે જ આ બંને કેસોની ઓળખ કરવામાં આવી છે.
વાઈરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલાથી જ ફેલાયેલો છે
મંત્રાલયે કહ્યું કે આ વાઈરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલાથી જ ફેલાયેલો છે અને ઘણા દેશોમાં તેના શ્વસન સબંધિત બીમારીના કેસ સામ આવ્યા છે. આ ઉપરાંત ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના હાલના ડેટાના આધારે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસન સબંધિત બીમારી (SARI) ના કેસોમાં કોઈ અસામાન્ય વધારો નથી થયો.
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPV વાઈરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઈઝરી : એચએમપીવી વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલાથી જ ફેલાયેલો
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઈરસના કેસ ત્રણેક ભારતમાં નોંધાયાના અહેવાલ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે આ વાઈરસની લઈને એડવાઈઝરી જાહેર કરી છે.
HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઈઝરી
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) શ્વસન વાઈરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું. આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે.
શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?
•જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીસ્યુથી ઢાંકવું જોઈએ.
•નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
•તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
•વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.
•પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
•બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
•શ્વાનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું જોઈએ?
• જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.
•સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
•જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ગુજરાતમાં HMPV કેસની પુષ્ટિ; નાગરિક અધિકારીઓ કહે છે કે ચેપગ્રસ્ત બાળક સ્થિર છે
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સોમવારે એક નાગરિક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ગુજરાતના અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળક હ્યુમન મેટાપ્યુમોવાયરસ (એચએમપીવી) સંક્રમણ સાથે મળી આવ્યું છે. બાળકની હાલત સ્થિર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચેપગ્રસ્ત શિશુ રાજસ્થાનના ડુંગરપુરનો છે અને તેને 24 ડિસેમ્બરે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં શ્વાસોચ્છવાસના ચેપના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ઑફ હેલ્થ ભાવિન સોલંકીને ટાંકીને જણાવ્યું હતું કે પરીક્ષણો પછી, બાળક HMPV માટે સકારાત્મક જણાયું હતું.
સોલંકીએ જણાવ્યું હતું કે, “26 ડિસેમ્બરે દર્દીમાં HMPV (ચેપ) જોવા મળ્યો હતો, પરંતુ ખાનગી હોસ્પિટલે અમને મોડેથી જાણ કરી હોવાથી અમને આજે તેના વિશે જાણ થઈ હતી.”
અધિકારીએ જણાવ્યું હતું કે દર્દીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. અગાઉ, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, અને હવે તેની સ્થિતિ સ્થિર છે, સોલંકીએ ઉમેર્યું.
પહેલા કોરોના, હવે HMPV… ચીનથી જ કેમ દુનિયાભરમાં ફેલાય છે વાયરસ? 1500 વર્ષ જૂનો છે ઈતિહાસ : એચએમપીવી વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલાથી જ ફેલાયેલો
5 વર્ષ પહેલા વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. આ વાયરસે આખી દુનિયાને ‘લોક ડાઉન’ની સ્થિતિ ઉભી કરી દીધી હતી. તેમજ કોરોના કારણે લગભગ 71 લાખ લોકોના મોત થયા હતા. એવામાં હવે ચીનમાં એક નવો વાયરસ HMPV આવ્યો છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠે છે કે ખતરનાક વાયરસ માત્ર ચીનથી જ કેમ ફેલાય છે. તેની પાછળ શું કારણો છે? એવામાં જાણીએ કે ચીનથી અત્યાર સુધીમાં કેટલા ખતરનાક વાયરસ ફેલાયા છે.
વર્ષ 1346માં પણ ચીને આખી દુનિયાને સંકટમાં મૂક્યું હતું
એમાં કોઈ શંકા નથી કે વિશ્વના ઘણા ખતરનાક વાયરસ ચીનમાંથી ફેલાયા છે. મોઆભાગે બધાને એવું જ લાગતું હશે કે ચીનથી ફેલાતો સૌથી ખતરનાક રોગ કોરોના છે. પરંતુ તે એવું નથી. અહેવાલ મુજબ, ચીનમાંથી ઉદ્દભવેલી સૌથી વિનાશક રોગ પ્લેગ કે બ્લેક ડેથ હતો જેણે આફ્રિકા, એશિયા અને યુરોપમાં વર્ષ 1346 થી 1353 સુધી તબાહી મચાવી હતી. આમાં 200 મિલિયન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો અંદાજ છે. છઠ્ઠી, 14મી અને 19મી સદીમાં વિશ્વને તબાહ કરનાર પ્લેગના ચીનમાંથી જ ઉદ્ભવ્યો હતો. જ્યારે છેલ્લા 100 વર્ષની વાત કરીએ તો ચીનમાંથી 1918, 1957, 2002 અને 2019માં મહામારી ફેલાઈ હતી.
વર્ષ 1957માં એશિયન ફ્લૂ ફેલાયો હતો
1957-1959 ની વચ્ચે ‘એશિયન ફ્લૂ’ નામના રોગે માઝા મૂકી હતી. તે પણ ચીનથી જ આખી દુનિયામાં ફેલાયો હતો. માત્ર 2 વર્ષમાં જ આ ફ્લૂના કારણે દુનિયાભરમાં લગભગ 20 લાખ લોકોના મોત થયા છે.
1918માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો
1918માં ‘સ્પેનિશ ફ્લૂ’ તરીકે ઓળખાતી મહામારી હતી. જો કે, આ રોગચાળો એવા સમયે આવ્યો જ્યારે વિશ્વમાં પ્રથમ વિશ્વ યુદ્ધની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સેન્સરશિપના કારણે આ રોગ કેવી રીતે ફેલાયો તે સ્પષ્ટ નથી. પરંતુ ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફ્લૂની ઉત્પતિ પણ ચીનમાં થઇ હતી.
વર્ષ 1918ની મહામારીમાં આશરે 50 મિલિયન જેટલા લોકો મૃત્યુ પામ્યા
1918ની મહામારીને સદીની સૌથી ઘાતક મહામારી ગણાવવામાં આવી છે. આ રોગચાળાને કારણે, વિશ્વભરમાં 20 મિલિયનથી 50 મિલિયન લોકો મૃત્યુ પામ્યા. જો કે, કેટલાક અહેવાલો આ આંકડો 100 મિલિયનની નજીક દર્શાવે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, લગભગ 500 મિલિયન લોકો, એટલે કે તે સમયે વિશ્વની લગભગ 30% વસ્તી, આ રોગચાળાની ચપેટમાં આવી હતી. વર્ષ 2002માં ફેલાયેલી સાર્સ નામના રોગચાળાએ પણ તબાહી મચાવી હતી અને તે ચીનથી પણ ફેલાઈ હતી.
શા માટે ચીનથી જ બધા વાયરસ ફેલાય છે?
વિશ્વના ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનથી વાયરસના ફેલાવા પાછળનું કારણ તેની ગીચ વસ્તી છે, જે પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ સાથે ખુલ્લા સંપર્કમાં છે. જ્યારે ત્યાં સ્વચ્છતાને લઈને પણ ઘણી સમસ્યા છે. નબળી સ્વચ્છતા અને બેદરકાર દેખરેખ સાથે મોટા પાયે પશુપાલન છે. તેમજ ખેડૂતો વારંવાર તેમના પ્રાણીઓને ‘વેટ માર્કેટ’માં લાવે છે જ્યાં તેઓ તમામ પ્રકારના વિદેશી પ્રાણીઓના સંપર્કમાં આવી શકે છે અને રોગચાળો ફેલાય છે.
ચીનની સંસ્કૃતિ પણ જવાબદાર
ચીની લોકોની બીજી સામાન્ય આદત છે. અહીં, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે મોટાભાગના લોકો પહેલા પરંપરાગત ચાઈનીઝ મેડિસિન (TCM) લે છે. તેમજ લોકોને સારવારના નામે એક્યુપંક્ચર અથવા બિનઅસરકારક હર્બલ તેમજ પશુ સાથે જોડાયેલા ઉપચાર કરવાનું કહેવામાં આવે છે. આના કારણે વધુ પ્રાણીઓના મોત થાય છે અને લોકોમાં વાયરસ ફેલાવવાનું જોખમ પણ વધી જાય છે.
આ સિવાય ચીન તેની ખોટી માહિતી, ગુપ્તતા અને સેન્સરશિપ માટે પણ જાણીતું છે, જે નવા રોગોના ઉદભવ અને ફેલાવાની સંભાવના વધારે છે. આ કોરોના દરમિયાન પણ જોવા મળ્યું હતું.
આ નવા ફેલાયેલા વાઈરસના લક્ષણો શું છે?
વાઈરસને હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh

