કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે એએમસી ની ટીમ પર હુમલો, અધિકારી સાથે પણ કરાઈ ધક્કામુક્કી
રાજ્યમાં અવારનવાર ચોરી-લૂટફાટ અને મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદના કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે AMCની ટીમ પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. પેચવર્કનું કામ કરતી કોન્ટ્રાક્ટની ટીમ અને હાજર અધિકારી ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર કાલુપુર પટવા શેરીમાં મોડી રાતે AMCની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોડિંગ રીક્ષા ઉપર પથ્થર મારી કાચ તોડી નાખવામાં આવ્યો છે. આ સિવાય ફરજ ઉપર હાજર અધિકારી સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી છે. તેમજ હાલ સમગ્ર મામલે AMC દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh